News of Wednesday, 5th March 2025
SGVP ગુરુકુલની નૂતમ શાખા અમેરિકા-જ્યોર્જિયા પ્રાન્તમા સવાનાહ સ્વા.મંદિર ખાતે

રાધાકૃષ્ણદેવ –સીતારામ,જલારામ બાપા સહિત 18 મૂર્તિઓનો વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
અમેરિકા તા.3 અમેરિકા-જ્યોર્જિયા પ્રાન્તના સવાનાહ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રી સ્વામિનાારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રી નાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ,જલારામબાપા વગેરે ૧૮ પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. તમામ અઢારેય પાંચેક ફૂટ ઉંચાઇની આરસની મૂર્તિઓ પુ. શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે જયપુરમાં તૈયાર કરવામાં આવી છે.વેદ વિધિ સાથે આ અઢારેય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવમાં આવેલ છે.
તાજેતરમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા-જ્યોર્જિયા પ્રાન્તના સવાનાહ સ્વા.મંદિરમાં પુજારી તરીકે સેવા માટે ગયેલ ગુરુકુલ છારોડીના સંતો ભકિતવેદાંત સ્વામી,વેદાન્ત સ્વરુપદાસજી સ્વામી, શ્રુતિવલ્લભદાસજી સ્વામી.નિરંજનદાસજી સ્વામી,શુકવલ્લભદાસજી સ્વામી ગુરુકુલ ઋષિકુમાર ભૂદેવ રવિ મહારાજ,ભૂદેવ ભાવિન મહારાજ વગેરે પૂજારીઓએ ઠાકોરજીનો અભિષેક કરી મહા આરતી ઉતારી હતી.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
