તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શલાકા સ્પર્ધામાં સાંખ્યદર્શન વિષયમાં SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત વિજેતા

અમદાવાદ તા. 3 ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા તેમજ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા અન્ય સંતોના આશીર્વાદથી સંસ્કૃત ભારતી વારાણસી દ્વારા દિલ્હી ખાતે જયરામ આશ્રમમાં યોજાયેલ અખિલ ભારતીય શલાકા સ્પર્ધામાં સાંખ્યદર્શન વિષયમાં SGVP સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના શાસ્ત્રીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા સંત વિદ્યાર્થી બ્રહ્મવિહારીદાસજી સ્વામી તૃતીય નંબરે વિજેતા થયેલ છે. જ્યારે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી દ્વિતીય વર્ષના ઋષિકુમાર જોષી વિશાલે જ્યોતિષ શલાકામાં ભાગલીધો હતો.તેને આશ્વાસન ઇનામ પ્રાપ્ત કરેલ.
શલાકા સ્પર્ધા ખૂબજ કઠિન હોય છે જેમા જેતે ગ્રન્થ સંપૂર્ણ કંઠ્સ્થ કરવાનો હોય છે પરીક્ષક ગ્રન્થ ઉપર શલાકા---સળી મૂકીને બોલવાને કહે ત્યારે સંપૂર્ણ રીતે કંઠસ્થ બોલવાનું હોય છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
