<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

50 આર્મ પીએસઆઇને મળશે પ્રમોશન : 159 પીએસઆઇને બઢતી અપાયા બાદ વધુ 50 પીએસઆઇને પ્રમોશન અપાશે

આગામી એક અઠવાડિયામાં વધુ 50 પીએસઆઇ પ્રમોશનની યાદી બહાર પડાશે

અમદાવાદઃ રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે. રાજ્ય પોલીસ તંત્રમાં વધુ 50 આર્મ પીએસઆઇને પ્રમોશન મળશે, આ અગાઉ 159 પીએસઆઇને  બઢતી અપાયા બાદ વધુ 50 પીએસઆઇને પ્રમોશન  અપાશે આગામી એક અઠવાડિયામાં વધુ 50 પીએસઆઇ પ્રમોશનની યાદી બહાર પડાશે તેવું જાણવા મળ્યું છે 

 આ અગાઉ 159 પીએસઆઈ (PSI)ને પીઆઈ (PI) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું  બઢતી બાદ તમામને મૂળ જગ્યાએ યથાવત્ રાખવામાં આવ્યા છે. તમામને પરીક્ષા વગર જ પ્રમોશન આપવામાં આવ્યા હતા . રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો હતો  અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.

 

(10:16 PM IST)