તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ભાજપે 49 નગર પાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી કરી : જુઓ યાદી
માણસા નપાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી:વડનગર નપાના પ્રમુખ મીતીકાબેન શાહ તેમજ ઉપ્રમુખ જ્યંતિજી ઠાકોરની વરણી

અમદાવાદ : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે દમદાર વિજય મેળવ્યો છે ત્યારે હવે તેમણે 49 નગર પાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા નપાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી કરાઈ છે. જ્યારે વડનગર નપાના પ્રમુખ મીતીકાબેન શાહ તેમજ ઉપ્રમુખ જ્યંતિજી ઠાકોરની વરણી થઈ છે.
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક મારી છે. ત્યારે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે નવા મેયર, ડેપ્યુટી મેયર સહીતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. જેમાં મેયર તરીકે ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા ,સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર ,શાસક પક્ષના નેતા મનન અભાણી, અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે જુનાગઢ મનપાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી છે. જ્યારે કોંગ્રેસે 11 અને આપે 1 બેઠક પોતના નામે કરી હતી.

(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
