<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ઊંઝા હાઈવે પર વૂડન ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી : નવ કલાકે કાબૂમાં આવી

આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સજાર્યાે : ભગવતી વૂડન વર્ક્સ નામની ફેક્ટરીમાં વહેલી પરોઢે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી

 ઊંઝા ,તા.૫

ઊંઝા હાઈવે પર આવેલી વુડન ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સજાર્યાે હતો. આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા બાદમાં લાટી સળગી હતી.

ભગવતી વૂડન વર્ક્સ નામની ફેક્ટરીમાં વહેલી પરોઢે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઈને ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૃ કર્યા હતા પરંતુ, આગનું વિકરાળ સ્વરૃપ જોઈ મેજર કોલ જાહેર કર્યો હતો. જેને લઈ મહેસાણા ઓએનજીસી, મહેસાણા મહાનગરપાલિકા, પાટણ, પાલનપુર વિસનગર સહિતના ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આગને કાબૂમાં લેવા પ્રયત્નો શરૃ કર્યા કર્યા હતા અને ૯ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ આગને કારણે વૂડન ફેક્ટરીમાં રહેલો સામાન, શોરૃમમાં રહેલી ચાર રિક્ષા અને છ જેટલા બાઈકો ખાખ થઈ જવા પામ્યા હતા. નજીકમાં આવેલી અંબિકા લાટીમાં ઇમારતી લાકડું બળી ગયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તેમજ આજુબાજુની દુકાનો વાળા પણ પોતાની દુકાનનો માલ સામાન અન્ય સ્થળે મૂકવા દોડધામ મચાવી હતી.

(9:47 PM IST)