News of Wednesday, 5th March 2025
તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગમાં નર્મદા જી.પં પ્રમુખ ભીમસિંગ તડવી પર ઘાતકી હુમલો
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર સહિત 10 જેટલા લોકોને ઇજા: સામા પક્ષે પણ ફરિયાદ આપતા પોલીસે રાયોટીંગ નો ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને એમના પરીવાર પર હુમલો થતા તમામને સારવાર અર્થે ખસેડયા હતા.હાલ નર્મદા જી.પં પ્રમુખ ભીમસિંગ તડવી વડોદરા એસ.એસ.જી ખાતે સારવાર લઈ રહ્યા છે.જો કે આ બાબતે હાલ તિલકવાડા પોલીસે ભીમસિંગ તડવીની ફરિયાદ લીધી હોવાનું જાણવા મળ્યું છે.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવીએ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ભીમસિંગ તડવી અને તિલકવાડાના અરૂણ ચંદુભાઈ તડવી વચ્ચે ચૂંટણી બાબતે મનદુઃખ હતું.દરમિયાન ગત રોજ લગ્નના વરઘોડામાં નાચવા બાબતે ગણશીડા ગામના છોકરાઓએ ભાવપુરા ગામના છોકરાઓ સાથે અરુણ તડવીના ભાઈ મનોજ તડવીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જો કે ભીમસિંગ તડવી એમને સમજાવવા ગયા હતા.દરમિયાન મનોજ તડવીએ પોતાના ભાઈ અરુણ તડવીને ત્યાં બોલાવતા અરુણ તડવી પોતાની સાથે અર્જુન ગણપત તડવી, રસિક ગણપત તડવી, રજનીકાંત ઉર્ફે છોટિયો તથા બીજા 10 જેટલો લોકોને લઈ ત્યાં આવ્યા હતા.અરુણ તડવીએ ભીમસિંગ તડવીને ચપ્પુ મારવા જતા ચપ્પુનો ઘા એમના માથાના ભાગે વાગ્યો હતો, સાથે સાથે મોઢાના ભાગે મુક્કો મારી એમના દાંત તોડી કાઢ્યા હતા.એમના દીકરા ચિરાગને રજનીકાંત તડવીએ કડુ કપાળના ભાગે માર્યું હતું.બીજી બાજુ ભીમસિંગ તડવીની પત્ની મીનાબેન તથા પુત્રી રંજના ઉર્ફે કાજલને અરુણ તડવી અને અર્જુન તડવીએ એમની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ કરી મીનાબેનના ગાલ પર તમાચો માર્યો હતો અને રંજના ઉર્ફે કાજલની છેડતી કરી હતી.તો બીજી બાજુ વરરાજા માટે શણગારેલી ભીમસિંગ તડવીની અર્ટિગા ગાડીનો મેઈન ગ્લાસ તોડી કાઢ્યો હતો.
જ્યારે સામા પક્ષે મનોજભાઇ બચુભાઇ તડવી,( રહે ગણસિંડા કોલોની તા.તિલકવાડા જી. નર્મદા )નાઓ એ પણ ફરિયાદ આપી જણાવ્યું હતું કે તેમનો છોકરો લગ્ન માંથી ઘરે પાછો નહી આવતા તેઓ તેમના છોકરાને લેવા માટે લગ્નમાં ગયેલ અને વરઘોડો ચાલતો હોઇ ત્યાં તેઓ ઉભા હતા તે વખતે હેમતભાઇ રમણભાઇ તડવી નાઓ તેમના ગામના પ્રવીણભાઈ નાઓ સાથે ઝઘડો કરતા હતા જેથી પ્રવીણભાઇને ઝઘડો કરવાની ના પાડેલ તેવામાં ટોળું વળી આવેલા લોકો માં ૧) હેમંતભાઇ રમણભાઇ તડવી (રહે.ભાવપુરા ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા )(૨) ચીરાગભાઇ ભીમસિંગભાઇ તડવી (રહે,નલીયા તા.તિલકવાડા જી.નર્મદા )(૩) ભીમસિંગભાઇ શનાભાઇ તડવી (રહે નલીયા તા.તિલકવાડા જી.નર્મદા )(૪) વિજયભાઇ ભીમસિંગભાઈ તડવી( રહે.નલીયા તા.તિલકવાડા જી.નર્મદા) (૫) હિરેનભાઇ રમણભાઇ તડવી( રહે.ભાવપુરા ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા) (૬) સોમાભાઈ શનાભાઈ તડવી (રહે. નલીયા તા.તિલકવાડા જી.નર્મદા) (૭) અનિલભાઈ સોમાભાઈ તડવી (રહે નલીયા તા.તિલકવાડા જી.નર્મદા) (૮) અશ્વિનભાઈ અરવિંદભાઈ તડવી (રહે,ભાવપુરા ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા) (૯) સંજયભાઇ દિવાલભાઇ તડવી (રહે.કાળાઘોડા તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ ત્યાં આવી મારામારી કરતા તિલકવાડા પોલીસે રાયોટિંગ નો ગુનો દાખલ કર્યો છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
