News of Wednesday, 5th March 2025
નાના રોજદાર આઈઝાહબાનું મકરાણી એ જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહ ની ઇબાદત કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા સહિત છોટાઉદેપુર જિલ્લામાં રમઝાન માસમાં નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખે છે ત્યારે હાલમાં છોટાઉદેપૂરના મકરાણી મોહલ્લામાં રહેતી માત્ર ૪ વર્ષની આઈઝાહબાનું સારિકહુસૈન મકરાણી નામની દીકરીએ જીવનનો પહેલો રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. હાલમાં પડી રહેલી આકરી ગરમીમાં 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી આ દીકરી એ પોતાના પરિવારમાં પ્રથમ રોઝો રાખ્યો હતો ત્યારે તેને પરિવારજનોએ અને કુટુંબજનોના સભ્યએ ફૂલહાર પહેરાવી મુબારકબાદ આપી હતી.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
