News of Wednesday, 5th March 2025
આઝાદી કાળના 75 વર્ષ બાદ જૂનારાજને રસ્તો મળ્યો પરંતુ RTI એક્ટિવિસ્ટના કારણે કામ અટક્યું
રસ્તો બનાવવાનું કામ કોન્ટ્રાક્ટ એજન્સીએ ચાલુ કર્યું ને જમીન બાબતની RTI નસવાડીના વ્યક્તિએ કરતા કામ અટક્યું : જૂનારાજ ગામે રસ્તાનું કામ RTI એક્ટિવિસ્ટ ના કારણે કામ અટક્યું હોય ગ્રામજનો આવા RTI એક્ટિવિસ્ટ સામે નારાજ: રસ્તાની કામગીરી જલ્દી ચાલુ થાય એ માટે ગ્રામજનોની નર્મદા કલેક્ટરને રજૂઆત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: આઝાદીના 75 વર્ષ બાદ ગ્રામજનોની માંગણી ને આધારે સરકારે 15 કિમી નો જૂનારાજ ગામનો રસ્તો મંજૂર કરી 22 કરોડ ફાળવ્યા.રસ્તો બનાવવાનું કોન્ટ્રાક્ટ એજન્સીએ ચાલુ પણ કરી દીધું પણ કેટલાક RTI એક્ટિવિસ્ટ દ્વારા આ રસ્તામાં જમીનો બાબતની RTI કરી હોય વન વિભાગ દ્વારા આ કામગીરી અટકાવી દેવામાં આવી, જો ચોમાસા પહેલા આ રસ્તાની કામગીરી પૂર્ણ ના થઈ તો એક બાજું ખરાબ રસ્તો અને બીજીબાજુ પાણી જૂનારાજ નાં લોકો માટે મુશ્કેલી વધી જશે જેથી આં રસ્તાનું કામ ચાલુ થાય અને તેના નિયત સમય માં પૂર્ણ થાય એ જરૂરી બન્યું છે.
ત્યારે કાયદાનો દુરુપયોગ કરી ખોટી RTI કરી ગ્રામજનોની મુશ્કેલી વધારનારા કેટલાક RTI એક્ટિવિસ્ટ સામે રોષ વ્યક્ત કરી જૂનારાજના ગ્રામજનો જિલ્લા કલેક્ટર નર્મદા એસ.કે.મોદીને આવેદન આપી રસ્તો ચાલુ કરવાની માંગ સાથે આવા આર્થિક લાભ માટે RTI નો દુરુપયોગ કરતા વ્યક્તિઓ સામે કાયદાકીય પગલા ભરવાની માંગ કરી છે.
જૂનારાજ ના સરપંચ જીગ્નેશ વસાવા એ જણાવ્યું હતું કે જૂનારાજ ગામ એક જમાનાનું રજવાડું હતું અહિયાંથી ગોહિલ વંશના રાજા રાજ કરતાં હતા કરજણ ડેમ બન્યા બાદ ટાપુમાં ફેરવાયેલ જૂનારાજ ના લોકો પાણી માર્ગે બોટમાં અવર જવર કરતા હતા. ફોરેસ્ટ વિસ્તારમાં હોય સરકારને માંગણી કરતા કાચો રસ્તો બનાવાયો જ્યાંથી અમારા ગામમાં આરોગ્ય સેવાઓ પહોંચી 108 એમ્બ્યુલન્સ આવી આજે 75 વર્ષથી અમે પાકા રસ્તાની માંગ કરતા હોય સાંસદ અને ધારાસભ્યના પ્રયાસોથી આજે પાકો રોડ મળ્યો જૂનારાજ સુધીમાં 14 કિમી સુધીનો રસ્તો ફોરેસ્ટ એરિયામાં આવે છે પરંતુ સરકારે 22 કરોડની ગ્રાન્ટ પ્રજાના હિતમાં ફાળવી છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું જેનું હાલ કામ ચાલુ છે. પરંતુ નસવાડીના એક આર.ટી.આઈ એક્ટિવિસ્ટે નાંદોદના મિત્રોના સહયોગ થી તેમણે ખોટી રીતે તપાસની માંગણી કરી અને ફોરેસ્ટના અધિકારી પણ તેઓની ખોટી વાતમાં આવી ચાલુ કામ અટકાવવી દીધું છે.
આ રસ્તો જુનારાજના ભીલરાજા ના સમય નો ડેડીયાપાડા તરફ જતો જૂનો રસ્તો છે અને રસ્તો કાચો હોવાના કારણે આ માર્ગ પર જનારા આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓ 14 કિમી સુધી ચાલતા આવજો કરે છે તેથી રસ્તો સમયસર બનાવો ખૂબ જ જરૂરી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ ની માંગણી ના કારણે રોડ નું કામ અટકલું છે.આ ભાઈની માંગણીઓ ખોટી છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ એક ના કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સરકારના વિકાસમાં કામોમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. આવી ખોટી તપાસ માગનારાઓ થી ગરીબ આદિવાસીઓ સખત નારાજ થઈને વિકાસના કામમાં અવરોધો ઉભુ કરનારા તત્વોને ખુલ્લા પાડવા અને સારા કાયદાનો દુરુપયોગ ના થાય તે માટે જુનારાજ ગામ તથા આસપાસના ગામોના ગરીબ આદિવાસીઓ આપ માનવીય માનનીય મુખ્યમંત્રી ને વિનંતી કરીએ છીએ કે આ ખોરંભે રીતે પડેલા રોડ નું કામ ઝડપથી પૂર્ણ કરાવો જેથી અમને પણ જવા આવવામાં મુશ્કેલી પડે છે તે દૂર થાય અને જે લોકો આ સારા કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે તેઓની સામે પણ સરકારી રાહે કોઈ પગલાં લેવાય તેવી અમારી માગણી છે અમે આપ સાહેબ પાસે આશા રાખીએ જુનારાજના રસ્તાનું કામ હાલ જે અટકેલું છે તે તાત્કાલિક થી ચાલુ કરવામાં આવે
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
