<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

શ્રી રત્નસિહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે ભારતીય જ્ઞાન પરંપરાનો નર્મદા સંગમ નામનો એક રાષ્ટ્રીય સેમીનાર યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી રત્નસિહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે તારીખ 20 મી ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતીય જ્ઞાન પરંપરા નો નર્મદા સંગમ નામનો એક રાષ્ટ્રીય સેમીનાર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના અનુદાન થકી યોજાયો હતો. રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તારમાં,એકતા નગર નજીક અને નર્મદા નદીના કુદરતી તેમજ રમણીય વાતાવરણ વચ્ચે રાજપીપળા ખાતે આવેલી, શ્રી રત્નસિહજી મહિડા કોમર્સ કોલેજમાં લગભગ ૮૦ ટકા જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ અને ભગિની સંસ્થા આર્ટસ કોલેજમાં એફવાય થી એમ એસ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે . આ અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રાજ્યના મુખ્ય પ્રવાહમાં જોડાય અને મુખ્યધારાના શિક્ષણથી પરિચિત થાય તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સમારંભના ઉદ્ઘાટક તરીકે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ આદરણીય ડોક્ટર મધુકર પાડવી તેમજ ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળા ના પ્રમુખ આદરણીય પીળી વસાવા અને બીજુ રૂપ વ્યાખ્યાન માટે સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર તથા ગુજરાત યુનિવર્સિટીના અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા લગ્ન પ્રતિષ્ઠિત સાહિત્યકાર ડો નરેશ વેદ ઉપસ્થિત રહ્યા હતા.  કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર હિતેશ ગાંધીએ મહેમાનોનો અને વિદ્યાર્થીઓનું કોલેજ વતી સ્વાગત કર્યું હતું. સેમિનારની ભૂમિકા સમજાવતા તેમને ભારતીય જ્ઞાન પરંપરા આજના અભ્યાસમાં કેટલું જરૂરી છે તેમજ સરકારશ્રીના પ્રયત્નોની વિસ્તારપૂર્વક વાત કરી હતી.  સમારંભના ઉદ્ઘાટક અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ પાડવી સાહેબે ભારતીય જ્ઞાન પરંપરા નો આખો ચિતાર પ્રતિભાગીઓ સમક્ષ મૂકી આપ્યો હતો અને કહ્યું હતું કે રાજપીપળા જેવા અંતરિયાળ વિસ્તારમાં આવો કાર્યક્રમ થાય તે આનંદની વાત છે. વાઇસ ચાન્સેસર પાડવી સાહેબે ભારતીય જ્ઞાન પરંપરા ની શરૂઆત તથા તેના દરેક મુદ્દાની ટૂંકમાં માહિતી પૂરી પાડી હતી . ભારતીય જ્ઞાન પરંપરા એક વિસ્તૃત મુદ્દો હોય, તેને પાડવી સાહેબ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તેના વિવિધ પાસાઓ જેમ કે , ભારતીય જ્ઞાન પરંપરા શું છે ? તેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિને શરૂઆતનો સમય સાંસ્કૃતિક વારસો અને તેનું જતન, વેદ વેદાંગનું મહત્વ, મૂલ્ય શિક્ષણની વાર્તાઓ ,મહાન ગ્રંથો ,મહાભારત, ગીતા, રામાયણ ,ધર્મના લક્ષણો ત્રણ પ્રકારના રામના સ્વરૂપો કિતા જ્ઞાન ધર્મશાસ્ત્ર વિવિધ કલાઓ અને વિજ્ઞાન તત્વચિંતકો અને સાહિત્યકારો વગેરે વિશે ઊંડાણપૂર્વક ની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે સેમિનારના ઉદઘાટન સમારંભના અધ્યક્ષ સંસ્થાના પ્રમુખ પીડી વસાવા સર દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાના મહત્વ અને શિક્ષણ દ્વારા બાળકોમાં કેટલું જરૂરી છે, અને શિક્ષણમાં તેને આવરી લેવા વિશેની પણ સમજણ પૂરી પાડવામાં આવી હતી ભારતીય જ્ઞાન પરંપરા ને લગતા વિવિધ ભાષાઓના વિવિધ વાર્તાઓ અને દ્રષ્ટાંતોને સાથે રાખીને વિદ્યાર્થીઓમાં ભારતીય જ્ઞાન પરંપરા વિશેની સમજ કેળવાય તે રીતે પોતાનું જ્ઞાન પીરસ્યું હતું.  જ્ઞાનયોગ ભક્તિ પરંપરા અને રામના સ્વરૂપો વિશે વિગતવાર વાત કરી હતી. તેઓ પોતે સત્સંગી હોવાના નાતે જીવનમાં આધ્યાત્મનું કેટલું મહત્વ છે તેમને વિસ્તારપૂર્વક જણાવ્યું હતું .

બીજ રુપ વક્તા તરીકે આદરણીય નરેશભાઈ વૈદ્ય સાહેબ દ્વારા ભારતીય જ્ઞાન પરંપરામાં ગુજરાતી સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે તથા તેની શરૂઆત સ્થાપના અને વિવિધ શાખાઓના વિસ્તરણની પૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. વાર્તાઓ ,લોકવાર્તાઓ વાર્ષિક પરંપરાઓ નાટક નાટ્ય સાહિત્ય તથા વાર્તાઓ વિશેની ઊંડી સમાજ પૂરી પાડતા વિવિધ દ્રષ્ટાંતો રજૂ કરી તેની માહિતી પૂરી પાડી હતી.
બીજી બેઠકના વક્તા નિસર્ગ આહીર સાહેબ દ્વારા ભારતીય જ્ઞાન પરંપરામાં કલા વિશેની ઊંડી માહિતી પૂરી પાડી હતી જેમાં હસ્તકલા, નૃત્ય કલા, સ્થાપત્ય કલા, રસ અને શૃંગાર ,નાટ્ય કલા, સંગીત કલા એમ વિવિધ કલાઓનું રસપાન કરાવ્યું હતું.
કાર્યક્રમના ત્રીજા સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પ્રોફેસર અને અધ્યક્ષ નરેશભાઈ શુક્લ દ્વારા નચિકેતાની વાર્તા અને કથા સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરા કેવી રીતે નિરૂપાયું છે તેની વિગતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પ્રતિભાગીઓ માંથી રુચિ ત્રિવેદી જ્ઞાન પરંપરા અને નાસિહા બેને રાજપીપળા ના સંત સત્તાર બાપુમાં ભારતીય જ્ઞાન પરંપરા કેવી રીતે છે તે પોતાના પેપર દ્વારા રજૂ કર્યું હતું . આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડોક્ટર હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર એલ બી ગોહેલ, પ્રાધ્યાપિકા કિંજલ ત્રિવેદી, પ્રા હીના માલી, પ્રા હાફીસ કુરેશી કૃષ્ણા પટેલ અને કોલેજના વહીવટી કર્મચારી અજયભાઈ વસાવા, હીરાજભાઈ વસાવા, નટુભાઈ ચાવડા તેમજ રાવજીભાઈ સોલંકી જહેમત ઉઠાવી હતી

(10:15 PM IST)