News of Thursday, 6th March 2025
સુરતના સચિન વિસ્તારમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત
એકની એક પુત્રીએ અંતિમ પગલું ભરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો

સુરત :શહેરના સચિન વિસ્તારમાં રહેતી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એકની એક પુત્રીએ અંતિમ પગલું ભરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની ગુલાબસિંહ હાલમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં પત્ની અને બે સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે અને લુમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુલાબસિંહની 18 વર્ષીય પુત્રી વેસુમાં આવેલી કૉલેજમાં બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ગત સોમવારે તેમની મોટી દીકરી બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. જો કે કલાકો સુધી દીકરી બહાર ના નીકળતા માતા ચેક કરવા માટે ગઈ હતી. જ્યાં પુત્રીને બાથરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોતા સ્તબ્ધ બની હતી. જે બાદ તાત્કાલિક દીકરીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.
યુવતીએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો ભેસ્તા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
