તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
અમદાવાદમાં ખાનગી બસે બાઈકને ટકકર મારતા બાઈક ચાલક ઘટના સ્થળ પર મોત
બસનો ડ્રાઈવર બસ મૂકીને ઘટના સ્થળ પરથી ફરાર

અમદાવાદ:અમદાવાદમાં આજે વહેલી સવારે વિજય ચાર રસ્તા નજીક ખાનગી બસ અને બાઈક સવારનો જોરદાર અકસ્માત થયો હતો. તેવામાં બાઈક ચાલક ઘટના સ્થળ પર મોત થયુ હતુ. અને બસ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા ત્યાના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને 108 અને પોલીસનો જાણ કરવામાં આવી હતી. અને ટ્રાફિક પોલીસ દ્વારા બસ ચાલક અને જે વ્યક્તિનું મોત થયું છે. તે વ્યક્તિની તપાસ કરી રહી છે.
અમદાવાદમાં ફરી એક વખત ફૂલ સ્પીડએ ચાલતી બસે એક વ્યક્તિનો ભોગ લીધો છે. અને એક વ્યક્તિનું મોત થયુ છે. અમદાવાદમાં ખાનગી બસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સવારે રસ્તો ખાલી હોવાના કારણે ખાનગી બસો મનફાવે તેવી ફૂલ સ્પીડમાં બસના ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે. અને જે અજાણ્યા લોકોનો અકસ્માતમનો ભોગ બનતા હોય છે. તેવામાં અમદાવાદમાં આજે વહેલી સવારે વિજય ચાર રસ્તા નજીક એક ખાનગી બસ અને બાઈક ચાલકનો જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક ચાલક ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. અને ખાનગી બસના ડ્રાઈવરે આ જોતા તે ઘટના સ્થળ પરથી બસ મૂકીને ભાગી ગયો હતો.
અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક બાઈક ચાલકને મદદ માટે દોડી આવ્યા હતા. અને 108ને ફોન કર્યો હતો. પણ 108 આવતા પહેલા જ બાઈક ચાલક ઘટના સ્થળજ મોત થઈ ગયુ હતુ. અને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ખાનગી બસના ડ્રાઈવરની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી દીધી હતી. અને જે વ્યક્તિનું મોત થયુ છે. તે વ્યક્તિની પરિવારને પણ જાણ કરવામાં આવી હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
