News of Thursday, 6th March 2025
નિશા વોરા અસલી dysp કે પછી નકલી ? પ્રાથમિક તપાસમાં ચોંકાવનાર તારણ ?
મુખ્યમંત્રી સુધી પહોચનાર અને ૩૫૦ એવોર્ડ હોવાના દાવા અંગે આણંદ એસપી ગૌરવ જસાણી ટીમ દૂધનું દૂધ પાણીનું પાણી કરશે :યુવરાસિંહ જાડેજાના નિશા કોઈ સ્થળે dysp તો દૂર GPSC કસોટી પણ પાર નકર્યાનાં આરોપથી રાજ્યભરના વાયરલ કિસ્સાની ભીતરમાં...

રાજકોટ, તા.૬: ગુજરાતમાં નકલી અધિકારીઓની ભરમાર વચ્ચે ગુજરાતના આણંદ પંથકનાં સોજીત્રાની પોતાને સાયબર ક્રાઈમની dysp (એસીપી) ઓળખાવતી યુવતી તે નકલી dysp હોવાનું અને તેણે કોઈ જાતની gpsc પરીક્ષા પાસ ન કરી હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિહ જાડેજાનાં સ્ફોટક નિવેદન પગલે આણંદનાં કાર્યદક્ષ એસપી ગૌરવ જસાણી દ્વારા ગુન્હો દાખલ કરવા આદેશ આપી ક્રાઇમ બ્રાંચને તપાસ સુપ્રત કરી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય સુધી પહોચી તેમની સાથે ફોટો પણ પડાવનાર આ કહેવાતા dysp નિશા વોરા અંગેની પ્રાથમિક તપાસમાં યુવરાજ સિંહ જાડેજાના આરોપોને પુષ્ટિ કરતી વિગતો મળી રહ્યાનું સૂત્રો જણાવે છે.
અત્રે એ યાદ રહે કે મૂળ આણંદનાં સોજીત્રા ગામની આ યુવતી દ્વારા જામિયા સ્કૂલમાંથી અભ્યાસ કર્યા પછી, વિધા નગરની સરદાર પટેલ યુનિ.માંથી કોમર્સની ડીગ્રી પછી GPSC કસોટી ઉતીર્ણ કર્યાનાં દાવા સામે યુવરાજસિંહ જાડેજાના કથન મુજબ નિશા માત્ર કોમર્સની ડિગ્રી ધરાવે છે.નિશાના દાવા મુજબ તેનો પાસે ૩૫૦ એવોર્ડ છે, જે બોગસ હોવાના આરોપ યુવરાજસિંહ જાડેજા દ્વારા થયાંની બાબતને પણ આણંદ એસપી ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી દૂધનું દૂધ પાણીનું પાણી કરશે તેમ બહાર આવ્યું છે.(૨૩.૧૮)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
