તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
વડાપ્રધાન બાદ હવે અમીતભાઇ શાહની શનિવારે હિરાસર એરપોર્ટ પર બે વખત ટ્રાન્ઝીસ્ટ વિઝિટ
ગૃહમંત્રી અમદાવાદથી રાજકોટ આવી ૧૦ મીનીટના રોકાણ બાદ સોમનાથ જશે.. :કલેકટર તંત્રને ફરી દોડધામઃ તાલુકા મામલતદાર એરપોર્ટ દોડી ગયાઃ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાંજે જશે

રાજકોટ તા.૬: કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ કાલથી તા.૯ સુધી માર્ચના ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર,ગીર સોમનાથ, કોડીનાર અને જુનાગઢના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી આપશે. આગામી શનિવારના રોજ સવારે ૧૧:૦૦ વાગે અમદાવાદ થી સીધા જ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને ત્યારબાદ એરપોર્ટ થી હેલિકોપ્ટરના માધ્યમથી તેઓ ગીર સોમનાથ જવા માટે રવાના થશે. સોમનાથ ખાતે દર્શન કર્યા બાદ તેઓ સીધા કોડીનાર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાંથી તેઓ જુનાગઢ ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ ફરી રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચશે. અને ત્યારબાદ તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે. ટુંકમાં શનિવારે અમિતભાઇનું બે વખત હિરાસર એરપોર્ટ પર ૧૦-૧૦ મીનીટનું રોકાણ થશે.
થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતેની ટ્રાન્ઝીસ્ટ વિઝીટ કરી ગયા. બાદ અમિતભાઇ શાહ આવી રહ્યા છે જેને લઇ રાજકોટ કલેકટર તંત્ર ફરીથી કામે લાગ્યું છે અને તાલુકા મામલતદાર દ્વારા આજે હિરાસર એરપોર્ટ દોડી ગયા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ અમિતભાઇ શાહના કાર્યક્રમને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓ પણ આજે અથવા તો કાલે એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અમિતભાઇ શાહ ૧૧:૦૦ વાગ્યા રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આવશે. દસ મિનટ જેટલો ટૂંકુ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થશે અને સોમનાથ અને જુનાગઢ ના કાર્યક્રમ પૂર્ણ કરીએ બાદ ફરી એક વખત સાંજે ૫:૦૦ વાગ હિરાસર એરપોર્ટ ખાતે હેલિકોપ્ટરના માધ્યમથી આવી પહોંચશે. એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ બાદ ફરી અમદાવાદ જવા માટે રવાના થશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
