<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

આગામી ૧રમીએ લેન્‍ડ ગ્રેબીંગ કમીટીની બેઠકઃ ૧૦૦ થી વધુ કેસોઃ રપ ને રૂબરૂ બોલાવાયા

રાજયનાં મહેસુલ વિભાગે લેન્‍ડ-ગ્રેબીંગ એકટ અધિનિયમ-૨૦૨૦ અન્‍વયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનો ચુસ્‍ત પણે અમલ કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે.

મહેસુલ વિભાગે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ દરેક જિલ્લામાં સમિતિનું અલગ મહેકમ ઉભુ કરવા તથા લેન્‍ડગ્રેબીંગનાં કેસમાં અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારને નોટીસ આપવા સહિતના નિયમો ઉમેરાયા કરવામાં આવ્‍યો છે. રાજકોટ લેન્‍ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી ૧૨  મીએ યોજાશે. આ બેઠકમાં ૧૦૦થી પણ વધુ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં રપ પત્રકારોને નોટીસો આપી રૂબરૂ બોલાવાયા હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

નવા નિયમો બાદ બીજી વખત રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્‍યક્ષ સ્‍થાને લેન્‍ડ ગ્રેબિંગની  બેઠક આગામી ૧૨ મી એ યોજાશે.  આ પ્રથમ બેઠકમાં ૧૦૦થી પણ વધુ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નવા માર્ગદર્શિકાનું ચુસ્‍ત પણે પાલન કરાવવા માટે જિલ્લા કલેકટર ઉપરાંત  ડી.ડી.ઓ. પોલીસ કમિશ્રર, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્‍યુ.કમિશ્રરને બેઠકમાં ફરજિયાત હાજર રહેવું પડશે.

એક પણ અધિકારી કોઈપણ કેસમાં અસહમતી બતાવશે તો તે કેસ સુનાવણી ફરીથી કરવામાં આવશે. સાથે જ કોઈ પણ અધિકારી વાંધો ઉઠાવશે તો તેમાં પણ ફરીથી કમિટી અભ્‍યાસ કરી ફરી કેસ મૂકવાની સુનાવણી હાથ ધરવામાં આવશે.

(4:34 PM IST)