તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૩.૮૬ લાખ યુવકોને રોજગારીઃ અન્ય રાજયો કરતા બેરોજગારી ઓછી
વિધાનસભામાં માહિતી આપતા બળવંતસિંહ રાજપુત

ગાંધીનગર, તા. ૬ : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગળહ ખાતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૨થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે.
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખાનગી ઉત્પાદનલક્ષી એકમોમાં મેનેજર/સુ૫રવાઈઝરી કક્ષામાં ૬૦ ટકા તેમજ કામદાર કક્ષામાં ૮૫ ટકા મળી એકંદરે ઓછામાં ઓછી ૮૫ ટકા રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે. ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ સુનિヘતિ કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
