<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વડાપ્રધાન ૮મીએ ગુજરાતની મુલાકાતેઃ બંદોબસ્‍તમાં મહિલા પોલીસની મોટી ભૂમિકા

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગર તા.૬: આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્‍નોતરી પૂર્ણ થયા બાદ રાજયના ગૃહમંત્રીએ એક અગત્‍યની જાહેરાત કરી હતી. જેમાં આગામી ૮ માર્ચના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.

ત્‍યારે આંતરાષ્‍ટ્રીય વિશ્વ મહિલા દિવસ હોવાથી આ કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખથી વધુ મહિલાઓ હોવાના કોઇ પ્રથમ વખત મહિલા પોલીસ દ્વારા બંદોબસ્‍તનો કાર્યક્રમ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં હેલીપેડથી લઇ મંડપ સુધીનું આયોજન પણ મહિલા પોલીસ કરશે. આ કાર્યક્રમની નિગરાણી માટે ૨૧૪૫ મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ, ૧૮૭ મહિલા પી.એસ.આઇ., ૬૧ મહિલા પી.આઇ., ૫ એસ.પી., ૧ મહિલા એડીશનલ ડી.જી.પી. કરશે. આ એક ઐતિહાસિક બની રહેશે.

આ પત્રકાર પરિષદ સમયે ગૃહમંત્રી સાથે રાજકોટના ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડ ઉપસ્‍થિત હતા. વડાપ્રધાન નવસારીની મુલાકાતે આવી રહયા છે.

(4:56 PM IST)