News of Thursday, 6th March 2025
GPSC દ્વારા વર્ગ 1-2ની જગ્યા પર ભરતીની જાહેરાત: ઉમેદવારો કાલથી કરી શકશે અરજી
GPSC દ્વારા વર્ગ 1 અને 2ની કુલ 244 જગ્યાઓ માટે 7 થી 23 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

અમદાવાદ :સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.આજે GPSC દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ GPSC દ્વારા વર્ગ 1 અને 2 ની કુલ 244 જગ્યાઓની જાહેરાત કરાઇ છે. આ ભરતી માટે 7 થી 23 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. વિગતો મુજબ આ જાહેરાત માટે આવતીકાલથી જ ફોર્મ ભરી શકાશે.
જાહેરાત નં. 240/2024-25 ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2 ની ઓનલાઇન જાહેરાત માટે ઓનલાઈન અરજી 07-03-2025 થી 23-03-2025ના 23:59 સુધી ભરી શકાશે
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
