<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય આગામી તા.૧૫ માર્ચ સુધી પોતાની જગ્યા પર હાજર થઇ શક્શે

સમય મર્યાદામાં હાજર થઇ શક્યા ન હોય તેવા ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી મુદત લંબાવાઈ

ગાંધીનગર :રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૫ સુધી પોતાની જગ્યા પર હાજર થઇ શકશે.

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત આચાર્યની જગ્યા માટે પસંદગી પામેલ જે કોઇ ઉમેદવારો તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીની આપેલી સમય મર્યાદામાં હાજર થઇ શક્યા ન હોય તેવા ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શાળા અને વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સંસ્થાઓને આચાર્ય મળી રહે તેવા ઉમદા હેતુસર શાળામાં હાજર થવા માટેની આખરી મુદત  તા.૧૫ માર્ચ -૨૦૨૫ સુધી લંબાવવા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

(7:10 PM IST)