<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

હવે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ: હોળી બાદ ચૂંટણી અધિકારી ભુપેન્દ્ર યાદવ આવશે ગુજરાત

પાંચ નેતાઓ અધ્યક્ષ પદની રેસમાં : સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શક્યતા

અમદાવાદ :ગુજરાત ભાજપે 580 મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દીધી છે. મંડલ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે ભારતીય જનતા પાર્ટી પાટીના સંગઠનના જિલ્લા પ્રમુખોના નામો જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે, સ્થાનિક સકરાજ્યની સંસ્થાના હોદેદારોની વરણી થઇ ચુકી છે, શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણુંકોનો ધમધમાટ પણ શરૂ થયો છે ત્યારે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે,, હોળી બાદ ચૂંટણી અધિકારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે અને નવા પ્રદેશ પ્રમુખની વરણીની કરશે

હોળી ધુળેટીના તહેવાર ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. તે જોતાં અત્યારથી નવા સુકાનીની શોધખોળ શરૂ થઇ ચૂકી છે. એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. 

હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઇ છે. પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુન સિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ ચર્ચામાં છે.આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શક્યતા છે. જોકે ભાજપમાં શું થશે તે રાજકીય પંડિતો પણ કહી શકે તેમ નથી તે જોતાં હવે સૌની નજર ગાંધીનગર તરફ મંડાઈ છે.  

 


 

(7:49 PM IST)