<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે

અમદાવાદ, તા.૬

ગુજરાતમાં રાજકીયપક્ષોના મોટા નેતાઓનો જમાવડો થઇ રહ્યો છે. આવતી કાલે પીએમ મોદી સુરતના પ્રવાસે છે તેની વચ્ચે કોંગ્રેસ નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી ૮ અને ૯મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવવાનું છે.કોંગ્રેસના અધિવેશન પહેલા રાહુલ ગાંધી સમીક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યાં છે. ૭ અને ૮ માર્ચ સુધી ૨ દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે, આ બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે.

(9:41 PM IST)