<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી આજે સુરતની મુલાકાત લેશે

સુરતમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશેઃપર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવાયું : BRTS બસના ૨૨ રૃટ બંધ કરવામાં આવ્યા

ગાંધીનગર, તા.૬

થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે ૭ દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી ૩ કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને લઇ સુરત શહેરમાં BRTS બસના ૨૨ રૃટ બંધ કરવામાં આવ્યા છે. પોતાની આ મુલાકાત દરમિયાન, 'સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન' હેઠળ તેઓ સુરતના લગભગ ૨,૦૦,૦૦૦ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ  મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા NFSA કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (PMGKAY) શરૃ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે ૭૬ લાખથી વધુ NFSA કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના લગભગ ૩.૭૨ કરોડથી વધુ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લે છે.

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગા સ્વરૃપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ગંગાસ્વરૃપા બહેનો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વૃદ્ધ પેન્શન સહાય યોજના મેળવતા લાભાર્થીઓ તથા દિવ્યાંગ સહાય યોજનાઓનો લાભ મેળવતા લાભાર્થીઓને તેમની આવક મયાર્દા ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 'અગ્રતા ધરાવતા કુટુંબ' તરીકે સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી આ લાભાર્થીઓ પણ રાહતદરે

અનાજનો લાભ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજનો લાભ મેળવી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં 'સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન' હાથ ધરવામાં આવ્યું.

આ અભિયાન હેઠળ પાત્ર ગરીબ પરિવારોના લાભાર્થીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને ગંગાસ્વરૃપા (વિધવા) બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો તેમજ હાંસિયામાં રહી ગયેલા દૈનિક વેતન મેળવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી.

સમાજ સુરક્ષા હેઠળ સંબંધિત યોજનાકીય લાભો મેળવતા લાભાર્થીઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, સુરત જિલ્લામાં લગભગ ૧,૫૦,૦૦૦ લાભાર્થીઓ ગંગા સ્વરૃપા યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનાના લાભો મેળવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન કક્ષાએ ટીમો બનાવીને એ બાબતની તપાસ કરવામાં આવી કે આમાંથી કેટલા લાભાર્થીઓ NFSA હેઠળ આવરી લેવાયા છે અથવા તો તેમને કેવી રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપી શકાય.

તાલુકા તથા ઝોન કક્ષાની ટીમોએ મિશન મોડમાં ખૂબ ટુંકાગાળામાં NFSA કાર્ડ ધરાવતા તેમજ ન ધરાવતા તમામ પરિવારોની ઓળખ કરી. પ્રવતર્માન લાભાર્થીઓની ઓળખ કર્યા પછી બાકી રહી ગયેલા લાભાર્થીઓનું સવેર્ક્ષણ હાથ ધરવામાં આવ્યું, અને છેલ્લા ૧ વષર્માં વહીવટીતંત્ર દ્વારા બાકીના હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી, જેથી તેમને NFSA હેઠળ આવરી લઇ શકાય.

 

(11:31 PM IST)