તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 6th March 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 6000 રૂપિયા બોલાયો: જાણો 30 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,357.05 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,357.05 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6 હજાર રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3425 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4570 રૂ., સાવરકુંડલામાં 4310 રૂ., બોટાદમાં 4255 રુ., વાવમાં 4250 રૂ., હળવદમાં 4152 રૂ., ગોંડલમાં 4051 રૂ. રાજકોટમાં 4 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,357.05 ટન આવક થઇ છે.


(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
