<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાજયમાં કપાસનો ઉંચો ભાવ રાજપીપળામાં 1530 રૂપિયા સુધી બોલાયો: જાણો 41 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,475.06 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,475.06 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1450 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1511 રૂ., વિસનગરમાં 1507 રૂ., સિદ્ધપુરમાં 1500 રૂ., વડાલીમા 1496 રૂ., બોડેલીમાં 1494 રૂ., જસદણમાં 1475 રૂ., ગોંડલમાં 1466 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,475.06 ટન કપાસની આવક થઇ છે.

(10:04 PM IST)