<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વિધાનસભા ગૃહમાં સરકારે રજૂ કર્યા આશ્ચર્યજનક આંકડા ! નોંધાયેલા બેરોજગારો કરતા વધુ લોકોને નોકરી આપી !!

કચ્છ જિલ્લામાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા તેના કરતા અનેક ગણા વધુ બેરોજગારોને નોકરી મળી

ગાંધીનગર ;વિધાનસભા ગૃહમાં સરકારે રજૂ કર્યા આશ્ચર્યજનક આંકડા ! કચ્છ જિલ્લામાં નોંધાયેલા બેરોજગારો કરતા, અનેક ગણા વધુ લોકોને નોકરી આપી હોવાનું લેખિત જવાબમાં જણાવ્યું છે. કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના નોકરી અને બેરોજગારી અંગેના એક સવાલમાં સરકારે લેખિત જવાબમાં જે જણાવ્યું છે તેના પરથી એવું કહી શકાય કે, ગુજરાત સરકારે, કચ્છ જિલ્લામાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા તેના કરતા અનેક ગણા વધુ બેરોજગારોને નોકરી મળી છે. 31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ કચ્છમાં 7761 બેરોજગારો નોંધાયેલા છે. છેલ્લા 2 વર્ષમાં 44788 બેરોજગારોને રોજગારી મળ્યાનો સરકારે આપ્યો જવાબ.

  31/12/2024ની સ્થિતિએ કચ્છમાં 6287 શિક્ષિત અને 1474 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા હોવાનો જવાબ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં 36376 શિક્ષિત બેરોજગારોને રોજગારી મળ્યાનો સરકારનો જવાબ છે. 8412 અર્ધશિક્ષિત બેરોજગારોને 2 વર્ષમાં રોજગારી મળ્યાનો સરકારે જવાબ આપ્યો છે.

(10:36 PM IST)