<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

કલોલ વડાવસ્વામીમાં આવેલ પવન સ્ટીલ નામની લોંખડ ઓગળવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટ:એકનું મોત : 5 મજુર ઘાયલ

પાઇપ ફાટતા ભઠ્ઠીમાં ઓગળેલું લોંખડ, ત્યાં કામ કરતા મજૂરો ઉપર પડ્યું:એક મજૂરનું ઘટના સ્થળે મૃત્યુ થયું

કલોલ વડાવસ્વામીમાં આવેલ પવન સ્ટીલ નામની લોંખડ ઓગળવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો જેમા એકનુ મોત થયુ છે, જ્યારે 5ને ઈજા થઈ છે. 

  એક દિવસ અગાઉ મોડી રાતે લોંખડ ઓગાળતી વેળાએ ભઠ્ઠીની પાઇપ ફાટી હતી. પાઇપ ફાટતા ભઠ્ઠીમાં ઓગળેલું લોંખડ, ત્યાં કામ કરતા મજૂરો ઉપર પડ્યું હતું. જેમાં એક મજૂરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે અન્ય 5 જેટલા મજૂરો દાઝયા હતા. 

 દાઝેલા તમામ મજૂરોને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. છત્રાલ પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સ્ટીલની ભઠ્ઠી પાસે તંત્રની જરૂરી પરવાનગી હતી કે કેમ એ મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

(10:37 PM IST)