<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

નર્મદા જિલ્લાની નર્મદા નદીના ભાઠામાંથી ગેરકાયદેસ ખનન થતી હોવાની ફરિયાદો પુનઃ ઉઠી

રૂંઢ ગામમાં આવેલ નર્મદા નદીના ભાઠામાં ગેર કાયદેસર રીતે થતી ખાનગી ખનીજની ચોરી બંધ કરવા ગ્રામજનોની કલેકટરને રજૂઆત: સ્થાનિક આદિવાસીઓના નામે લીઝ લઈ જિલ્લા બહારના વેપારીઓ રાજકીય નેતાઓની મદદે મોટાપાયે ગેરકાયદેસર ખનન કરતા હોવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં નર્મદા નદી અને કરજણ નદી આવેલી છે જેમાં ગેરકાયદેસર પુલિયા બનાવી લીઝો હોવા છતાં નિયમ બહાર ખોદકામ કરી જ્યાં લીઝ નાં હોય ત્યાં પણ મનફાવે તેમ રેતી ખનન કરી તગડી રકમો કમાતા જિલ્લા બહારના રેતી માફીયાઓ ને કોઈનો ડર નથી અને બે રોકટોક રેતી ખનન કરે છે. જેવી વારંવાર ફરિયાદો ઊઠી છે.જેની પાછળ જિલ્લા બહારનાં વેપારીઓ ને જિલ્લાના નેતાઓનું પીઠબળ મળતું હોય તેઓ ખુલ્લેઆમ રેતી ખનન કરે છે. ત્યારે આવા લોકો સામે લગામ કસવી જરૂરી છે. પણ કોઈ પગલા ના લેવાતા હોય રુંઢ ગામનાં લોકો એ ફરી જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને લેખિત આવેદન પત્ર આપી આવી લીઝો ની માન્યતા રદ કરી માપણી કરી જેમણે વધુ ખોદાણ કર્યું છે તેમને દંડ ફટકારવા ગ્રામજનો એ માંગ કરી છે.
   રુંઢ ગામનાં કિરીટ વસાવા એ જણાવ્યું હતું કે નરખડી, રૂંઠ ગામની નર્મદા નદીના પટ્ટમાં અને વડોદરાના મોલેથા ગામ સામે નર્મદા જિલ્લા રૂઢ ગામની હદમા તથા નજીકના વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાથી આ વિસ્તારમાં દરરોજ સવારે અને સાંજે તથા રાત્રે ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તથા નર્મદા જિલ્લા ના આદિવાસી ભાઈઓના નામે સરકારી બ્લોક રાખે અને ધંધો જિલ્લા બહારના લોકો કરે છે. અને સ્થાનિકો સાથે દાદાગીરી કરે છે.  હોલ્ડર કોઈ  કપિલભાઈ  કોઠિયા નામના ભાગીદાર હોવાનું પણ જાણવા મળ્યું છે. અને રાજકીય નેતાઓ ના સપોર્ટ થી બે રોકટોક ગેરકાયદેસર ખનન કરવા આવી રહ્યું છે. થોડો સમય પહેલા સુરત ટીમની ટીમે પણ રેડ કરી મોટો દંડ કર્યો હતો.છતાં પણ આ જિલ્લા બહારના વેપારીઓ જિલ્લાના લોકો ની આડમાં મોટાપાયે રેતી ખનન કરે છે. બીજું કે નર્મદા જિલ્લા ના નરખડી ગામ નર્મદા કિનારે રેતી સ્ટોક કરી ગેરરીતી કરી રહ્યા છે જે સ્ટોક માં રેતી નર્મદા નદી રૂઢ ગામ,  વડોદરા મોલેથા ગામની હદ વિસ્તારમાં થી ઉપાડે છે. અને રોયલ્ટી 30km, 50km થી દૂર રહેલ બીજા ગામની રોયલ્ટી નો ઉપયોગ કરે છે. તથા રૂંઢ ગામ ના બ્લોક માં જેમાથી રોયલ્ટી નહીં કાઢી ને ગેરકાયદેસર રેતી ઉપાડી, તથા સરકારી જગ્યા માં ખનન કરી રહ્યા છે. જેના કારણે ગ્રામ પંચાયતની આવક ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો આવી લીઝો અને આવા ગેરકાયદેસર ખનન કરનારા વેપારીઓ સામે પગલા ભરી કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારા તમામ રુંઢ ગામનાં લોકો ની માંગ છે.
 ખાણ ખનિજ વિભાગની બેદરકારી
નર્મદા જિલ્લામાં એટલા મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે. ગ્રામજનો , વિપક્ષ વિરોધ કરી રજૂઆતો કરે છે, સાંસદ જાતે રેતી માફીયાઓ સામે બેફામ બોલે છે.નર્મદા યાત્રા કાઢી હતી પરંતુ જેની કોઈ અસર ના દેખાઈ કેમકે ખાણ ખનીજ વિભાગના અધિકારી રેગ્યુલર નથી બે ત્રણ જિલ્લા ના ચાર્જ હોય અઠવાડિયા પંદર દિવસે એક વાર જિલ્લામાં આવી જતા રહે છે. અધિકારી વગર કર્મચારીઓ શું કરે એટલે જિલ્લામાં રેતી ખનન મોટી માત્રામાં થઈ રહ્યું છે.

(10:38 PM IST)