તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th March 2025
વિદેશી દારૂ ઉપર ફર્યું રોલર : ડેડીયાપાડા પોલીસે રૂપિયા ૧૦.૩૦ લાખનાં વિદેશી દારૂ ના જથ્થા નો નાશ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન દ્વારા લાખોના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પકડવામાં આવેલ વિદેશી દારૂ જે નાની મોટી કુલ બોટલ 8305 નંગ જેની કિંમત રૂ.10.30.436ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી જ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માંથી ટેમ્પો ભરીને લાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કંકાલા ગામ પાસે ઠાલવવામાં આવ્યો હતો. જેને તાલુકા મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલા વિદેશી દારૂ ઉપર રોલર ફેરવીને નાશ કરાયો હતો.આમ લાંબા સમયથી પકડાયેલા વિદેશી દારૂ ની બોટલો પર રોલર ફેરવી તેનો અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
