<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જામની ગામમાં બળદના શિંગડાનું ઓપરેશન કરી પીડા મુક્ત કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકામાં જામની ગામમાં ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના દ્વારા એક પશુપાલકના બળદના શિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
     નર્મદા જિલ્લામાં કાર્યરત  EMRI Green health service 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના દ્વારા ડેડીયાપાડા તાલુકાના જામની ગામમાં શિડયુલ વિઝીટમાં વિઝીટ દરમિયાન એક પશુપાલકના બળદ પીડીત હતો ત્યારે ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તપાસ કરતા માલુમ પડેલ કે બળદને શિંગડાનું કેન્સર થયેલું છે તો ત્યાંના હાજર સ્ટાફ દ્વારા ડોક્ટર શિવહર ભાલેરાવ તથા તથા ડોક્ટર સચિન લેમ્બે પાયલોટ કમ ડેસર જીતેન્દ્રભાઈ વસાવા અને કાર્તિકભાઈ ગામીતની મદદથી બે કલાકની જ મહેનત બાદ ઓપરેશન સફળ રીતે કરવામાં આવ્યું હતું તેથી પશુપાલક એ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતા 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનાનો આભાર માન્યો હતો તથા 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનાના ઉપલા અધિકારીઓએ એમ્બ્યુલન્સ ટીમની પણ પ્રશંસા કરી હતી

(10:44 PM IST)