<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

પસંદગી પામેલ આચાર્ય તા. ૧પ સુધીમાં ફરજમાં હાજર થઇ શકશે

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૭: રાજ્‍યની બિનસરકારી અનુદાનિત માધ્‍યમિક ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય તા.૧૫ માર્ચ-૨૦૨૫ સુધી પોતાની જગ્‍યા પર હાજર થઇ શકશે.

બિનસરકારી અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત આચાર્યની જગ્‍યા માટે પસંદગી પામેલ જે કોઇ ઉમેદવારો તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીની આપેલી સમય મર્યાદામાં હાજર થઇ શકયા ન હોય તેવા ઉમેદવારો પ્રત્‍યે સંવેદનશીલતા દાખવી શાળા અને વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સંસ્‍થાઓને આચાર્ય મળી રહે તેવા ઉમદા હેતુસર શાળામાં હાજર થવા માટેની આખરી મુદત  તા.૧૫ માર્ચ -૨૦૨૫ સુધી લંબાવવા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા મહત્‍વનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

(11:17 AM IST)