તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ડો. પ્રવિણ દરજીને ‘‘અંજલિ ખાંડવાળા ક્રિએટિવ મેન્ટર એવોર્ડ'' એનાયતઃ રાષ્ટ્રકક્ષાનું સન્માન

રાજકોટઃગુજરાતી ભાષા-સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક પદ્મશ્રી ડો. પ્રવિણ દરજીને ‘‘ MICA અંજલિ ખાંડવાળા ક્રિએટીવ મેન્ટર એવોર્ડ'' MICA સ્કુલ ઓફ આઇડિયાઝમાં અમદાવાદ ખાતે ડો. પ્રદીપભાઇ ખાંડવાળાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો.
રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત લેખાતો આ એવોર્ડ સ્વ. અંજલિ ખાંડવાળાની દેશ-વિદેશમાં રહેલી પ્રેણાત્મક અને માર્ગદર્શક નીવડેલી પ્રવળતિઓની સ્મળતિમાં આપવામાં આવે છે. ૨૦૨૪ના એવોર્ડ માટે પદ્મશ્રી પ્રવિણ દરજીની જયુરી દ્વારા પસંદગી કરવામાં આવેલ હતી. અત્રે નોંધનિય છે કે ડો. પ્રવિણ દરજીને સાહિત્યક્ષેત્રે અગાઉ ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક દયાનંદ સુવર્ણચંદ્રક, ડાહ્યાભાઇ સુવર્ણચંદ્રક, વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણ ચંદ્રક, ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૧માં ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ તથા ગુજરાતી સાહિત્ય પરીષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સન્માન પ્રાપ્ત થયેલ છે.
‘‘અંજલી ખાંડવાળા ક્રિએટીવ એવોર્ડ માયકા અને ડો. પ્રદીપભાઈ ખાંડવાળાના સહયોગથી પ્રદિપભાઇના સદગત પત્નીની સ્મળતિમાં ચાર વર્ષો થયા શરૂ કરવામાં આવેલ છે. સદગત અંજલીબેન ગુજરાતી સાહિત્ય ઉપરાંત સંગીત સહીતની કળાઓમાં નિષ્ણાંત હતા. ભારત ઉપરાંત કેનેડામાં તેઓશ્રી પ્રવળત્ત હતા. આ એવોર્ડ સાહિત્ય-સેવા-શિક્ષણ જેવા ક્ષેત્રમાં કાર્ય કરનાર કે માર્ગદર્શન આપનારને આપવામાં આવે છે. એવોર્ડ માટેની પસંદગી સમિતી પાંચ મહિનાની જહેમત પછી ભારતભરમાંથી એવોર્ડ મેળનાર મહાનુભાવની પસંદગી કરે છે. તેમને એવોર્ડ ઉપરાંત દોઢ લાખ રૂપીયા અર્પણ કરવામાં આવે છે. આ પહેલા એલીસ(કેનેડા) ઉજ્જવલકુમાર અને કૌમુદિની લાખીયાને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
‘‘અંજલિ ખાંડવાળા ક્રિએટિવ મેન્ટર એવોર્ડ'' મેળવ્યા બદલ પદ્મશ્રી ડો. પ્રવિણ દરજી (૯૮૨૫૩૫૬૫૫૧) ઉપર અભિનંદન વર્ષા થઇ રહેલ છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
