<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

બોટાદ પંથકમાં દારૂનું બેફામ વેંચાણ

ધારાસભામાં મુદ્દો ઉછળ્‍યોઃ મંત્રીએ શોકતઅલી સંડોવાયાનું કહેતા ધારાસભ્‍યએ કહ્યું તે ખોટી વાત છે

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૭: આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્‍નોત્તરીમાં સામાન્‍ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્‍યવસ્‍થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ ખનિજ યોજના, નશાબંધી અને આબકારી વિભાગ વગેરેના વિભાગનાં પ્રશ્‍નોની ચર્ચા હાથ ધરવામાં આવ્‍યા હતા.

ઉપરાંત આજે બોટાદ જિલ્લામાં દારૂનું બેફામ વેંચાણ કરવામાં આવ્‍યું છે. અને તંત્ર દ્વારા કોઇ ધ્‍યાન આપવામાં આવ્‍યું છે અને તંત્ર દ્વારા કોઇ ધ્‍યાન આપવામાં આવતું નથી. આના જવાબમાં મંત્રીશ્રીએ જવાબ આપતા જણાવ્‍યું હતું કે, શોકતઅલી મોલાની આ કેસમાં સંડોવાયેલા હતા. આ અંગે ધારાસભ્‍ય ઉમેશભાઇએ જણાવ્‍યું કે આ વાત ખોટી છે. ઇરાદાપૂર્વક બદનામ કરવામાં આવ્‍યા છે.

ગુજરાત પોલીસ સતત જાગૃત છે. અને દારૂના કુલ ૯૭૮ કેસો મળી કુલ ૧.૬૪ લાખનો મુદામાલ જપ્‍ત જાણવા મળે છે. આમ છતાં રાજયનું પોલીસતંત્ર સતત જાગૃત છે અને કોઇપણ ચમર બંધીને છોડવામાં આવશે નહિં.

(12:38 PM IST)