<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

પશ્ચિમ રેલવેનો નિર્ણય: ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને વાયા વડોદરા અને અમદાવાદ 11 સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ટ્રેનમાંથી 5 ટ્રેન વડોદરા સ્ટેશન થઈને પસાર થશે. : જાણો ટ્રેનોનું સંપૂર્ણ સમયપત્રક

પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની માગને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, તેમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેથી વેસ્ટર્ન રેલવે દ્વારા હોળી અને ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને 11 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાંથી 5 ટ્રેન વડોદરા સ્ટેશન થઈને પસાર થશે.

આ ટ્રેન દોડાવાશે

ટ્રેન નંબર 09575-76: રાજકોટ-મહબૂબનગર-રાજકોટ 10થી 31 સુધી

ટ્રેન નંબર 09411-12: અમદાવાદ-ગ્વાલિયર- અમદાવાદ 8થી 21 સુધી

ટ્રેન નંબર 09324-23: ઇંદોર-પૂણે-ઇન્દોર 12થી 27 માર્ચ સુધી

ટ્રેન નંબર 09035-36: બાંદ્રા-બિકાનેર-બાન્દ્રા 12થી 27 સુધી

ટ્રેન નંબર 09117-18: ઉધના-સુબેદારગંજ-ઉધના 8થી 29 સુધી

ટ્રેન નંબર 09001-02: મુંબઇ સેન્ટ્રલ-કાથઈપુરા-મુંબઇ સેન્ટ્રલ 8થી 30 માર્ચ સુધી

(4:30 PM IST)