<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

કાલે અમિતભાઇ સોમનાથમાં

શ્રી સોમનાથ મહાદેવનું પૂજન-અર્ચન અને ધ્‍વજારોહણ કરશે

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા. ૭: કેન્‍દ્રીય ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્‍ટ ટ્રસ્‍ટી અમિતભાઇ શાહ કાલે તા. ૮ માર્ચના રોજ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન અને ધજારોહણ અર્થે સોમનાથ આવી રહયા છે.

ત્રિવેણી હેલીપેડ ઉપરથી સીધા સોમનાથ પધારી પૂજા-ધ્‍વજારોહણ-દર્શન કરી વિશ્રામ બાદ અત્રેથી કોડીનાર જવા પ્રસ્‍થાન કરશે જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર - સોમનાથ ટ્રસ્‍ટ આ અંગે તડામાર તૈયારીઓ કરી રહયું છે તેમ જાણવા મળે છે.

(1:46 PM IST)