તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
નિશા વોહરા અંતે નકલી dysp સાબિત થયા
મેં GPSC કસોટી ઉતીર્ણ કરી નથી કે હું નથી dysp આખરે પોલીસ સમક્ષ કબૂલાતઃ વાયરલ ન્યૂઝ અંગે લોકો જે જાણવા માગે છે તે આણંદ જિલ્લા પોલિસ વડા ગૌરવ જસાણી અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની વિગત વર્ણવે છે સોશ્યલ મીડિયા પર એવોર્ડ, ઠેર ઠેર સન્માનનાં સમાચાર વાયરલ થતાં એસપી દ્વારા ક્રાઇમ બ્રાંચને ૫ વર્ષના રેકોર્ડ તપાસવા આપેલ આદેશમાં પરપોટો ફૂટી ગયેલ સમાજમાં માન સન્માન મેળવવા માત્ર તિકડમ ચલાવ્યું હોવાની કબૂલાત કરતા, ગૂજરાતભરમાં ખળભળાટ

રાજકોટ, તા. ૭: પોતાના સમાજની પ્રથમ dysp ફર્સ્ટ રેંકમાં બનવા સાથે સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા હોવાના દાવા કરનાર નિશા વોહરા નામની યુવતીના દાવા પોલીસ તપાસમાં ખોટા સાબિત થયા છે, જે અંતર્ગત તેમની સામે ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો હોવાનું આણંદ એસપી ગૌરવ જસાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે સોશ્યલ મીડિયાનાં માધ્યમ દ્વારા પોતે dysp તરીકે સિલેક્ટ થયાનું અને સાયબર ક્રાઇમ અમદાવાદમાં posting થયાનું જણાવેલ.
પોતાના સમાજની આવું ગૌરવ મેળવનાર પ્રથમ યુવતી હોવા સાથે GPSC પરીક્ષા પ્રથમ r રેન્કમાં ઉતીર્ણ કર્યાનો દાવો કરેલ, આ દાવા સાથે પોતાના સમાજમાં તથા અન્ય સંસ્થામાં સન્માન મેળવેલ. આ દાવા સાથે તે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પોહચી તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો.
આ બાબત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનાં ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ વિગેરે સ્થળે તપાસ કરાવી હતી, જેમાં દાવો પોકળ સાબિત થયાનું યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવેલ. યુવરાજસિંહ જાડેજાએ આ યુવતીની ડિગ્રી નકલી હોવાનું પણ જણાવેલ.
આ યુવતી આણંદ જિલ્લાના સોજીત્રા પંથકની હોવાથી સોશ્યલ મીડિયા પર સન્માન અને એવોર્ડ બાબતે આણંદ જિલ્લા પોલિસ વડા ગૌરવ જસાણીને શંકા જાગતા ક્રાઇમ બ્રાન્ચ મારફત તપાસ કરાવેલ. ગૌરવ જસાણીનાં સૂચન મુજબ GPSC નું પાંચ વર્ષનું રેકોર્ડ અને dysp પસંદગી લિસ્ટ લાંબા વર્ષોનું પોલીસ દ્વારા તપાસવામાં આવતા આવું કોઈ નામ જણાયેલ નહિ.
સોજીત્રા પોલીસ મથક દ્વારા આખો અહેવાલ જિલ્લા પોલિસ વડા સમક્ષ રજૂ થયા બાદ યુવતીને રૂબરૂ પોલીસ મથકે પુરાવા સાથે હાજર રહેવા કાયદેસર કાર્યવાહી કરી તેડું મોકલેલ. આરોપી યુવતી દ્વારા પોતે GPSC કસોટી કે dysp તરીકે પસંદ નહિ થયાનું કબૂલી લીધું હતું. સમાજમાં પોતાના નકલી દાવાથી મળેલ માંન, સન્માન અંતર્ગત આવો ખોટો પ્રચાર કર્યાનું કબૂલ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણીએ જણાવી, આગળની કાર્યવાહી આરંભી હોવાનું જણાવેલ.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
