<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વિરપૂરમાં બધા એક જ પગં હોયઃ અમૂક સંપ્રદાયમાં કેટલાં મૂકયા? એ પ્રમાણે રસોડા મળેઃ કિર્તિદાન ગઢવી

લોકકલાકારે કોઇને કોઇ સંપ્રદાયની નિંદા કરવાનો હકક ન હોવાનું જણાવ્‍યું

રાજકોટ તા.૭: સંત શિરોમણી પૂ.જલારામ બાપા વિશે બફાટ કરનાર સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ વિરૂધ્‍ધ સમગ્ર રાજયમાં રોષ છે, ત્‍યારે પ્રખ્‍યાત  લોકકલાકાર કિર્તિદાન ગઢવીએ પણ આડકતરી રીતે નિશાન સાધ્‍યું છે.

એક કાર્યક્રમમાં તેમણે જણાવેલ કે, મને બે-ત્રણ વાત વિરપૂરની ગમે છે.કોઇ સંપ્રદાયની નિંદા કરવાનો કોઇને અધિકાર નથી. હું તો કરૂજ નહી કોઇ દીવસ ઘણા સંપ્રદાયો આપણે એવા જોયા છે કે, જયાં ૧૦૦ રૂપિયા મૂકી એટલે જનરલ રસોડે લઇ જાય, ૫૦૦૦ મૂકી તો ડાઇનીંગ ઉપર અને ૨૫-૫૦ હજાર મૂકી તો એસી ડાઇનીંગમાં એ પોતે પીરસેને આપણે જમવાનું સૌને માતાજી ૧૦૦ વર્ષના કરે.

પણ વિરપૂરમાં મર્સીડીઝ, બીએમડબલ્‍યુ, રીક્ષા કે ખટારામાં આવ્‍યા હોય તે બધા એક જ પંગતે હોય. ત્‍યારે દાણાની કોઠી અભરે ભરાઇ, બાકી તો માંગવું પડે.

(3:45 PM IST)