<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

આણંદના કહાનવાડીમાં સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન ફાળવતા ગ્રામજનોએ કર્યો વિરોધ

ગામની જમીન પર સ્વામિનારાયણ સાધુઓને કામ નહીં કરવા દેવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી: 10મીએ ગામમા સભા બોલાવાઇ

આણંદ જિલ્લાના કહાનવાડી ગામની જમીનની વિવાદનો મુદ્દો વેગ પકડતો જાય છે. આજે ગ્રામજનોએ રામદેવ મંદિરે એકત્ર થઇને સરકારે ફાળવેલી જમીન સામે વિરૂદ્ધ વ્યક્ત કર્યો છે. સરકારે ગુરૂકુળ માટે કહાનવાડીની જમીન ફાળવતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને જમીન ફાળવતા વિવાદ વકર્યો છે.

 ગામની જમીન પર સ્વામિનારાયણ સાધુઓને કામ નહીં કરવા દેવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. આગામી 10 તારીખે ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન બની શકે છે

(7:44 PM IST)