તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
અમદાવાદના SP રીંગ રોડ પરના રોપડા બ્રિજ 16મી સુધી રહેશે બંધ: બુલેટ ટ્રેનની કામગીરીના પગલે લેવાયો નિર્ણય
વાહનચાલકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રસ્તાએથી પસાર થવું પડશે : જાણો વૈલ્કપિક રસ્તાઓની વિગત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં લાલગેબી સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડથી અસલાલી તરફ જતો રોપડા બ્રિજ આજથી એટલે કે 7 માર્ચથી 16 માર્ચ સુધી તમામ પ્રકારના વાહનો માટે બંને તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વાહનચાલકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રસ્તાએથી પસાર થવાનું જણાવ્યું છે. જે અંતર્ગત
ભારે વાહનો માટે અસલાલી સર્કલથી બારેજા થઈને બારેજડી ગામ અને ત્યાંથી હાથીજણ સર્કલથી એસપી રીંગ રોડ આવવાનું રહેશે.
ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહનો ગામઠી ચોકડીથી લાલગેબી સર્કલથી વિંઝોલ રેલવે ક્રોસિંગથી વિનોબા ભાવે નગરથી એસપી રીંગ રોડ જઈ શકાશે.
ટ્રક તથા આઈસર જેવા મોટા વાહનો અસલાલી સર્કલથી નારોલ થઈ રામોલ પોલીસ સર્કલ થઈ હાથીજણ સર્કલ થઈ એસપી રીંગ રોડ જઈ શકશે.
સરદાર પટેલ રિંગ રોડ પર અસલાલી તરફ જવાના રોડ પાસે બુલેટ ટ્રેન પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે 10 દિવસ સુધી ચાલશે. રીંગ રોડનો રૂટ ફોર લેન હોવાથી એક સાઇડ ચાલુ રાખી કામગીરી શરૂ થાય તેમ છે અને હાથીજણ રીંગરોડ રસ્તો રેલવે પૂલ સુધી ચાલુ રાખી વિંઝોલથી વિનોબા ભાવેનગર ગેરતપુર તરફ નવો મુખ્ય રસ્તો છે, ત્યાંથી ડ્રાઇવર્ઝન આપી ચાલુ રખાય તેમ છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
