<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

રાજ્યમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલીના હુકમ : જુઓ સંપૂર્ણ યાદી

પરમાર વરસંગભાઈ નાડોદાની પાટણથી બાવળા, કાજલ પી જાનીની ધોરાજીથી જેતપુર, ડીડી રામાનુજની પાલીતાણાથી જસદણ, ભગવાનભાઈ એન ગુર્જરની સિદ્ધપુરથી દાંતા ખાતે બદલી

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. આજે રાજ્યમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી કરવામાં આવી હતી. પરમાર વરસંગભાઈ નાડોદાની પાટણથી બાવળા, કાજલ પી જાનીની ધોરાજીથી જેતપુર, ડીડી રામાનુજની પાલીતાણાથી જસદણ, ભગવાનભાઈ એન ગુર્જરની સિદ્ધપુરથી દાંતા ખાતે બદલી કરવામાં આવી હતી.

 આ ઉપરાંત મહેન્દ્ર મકવાણાની દાંતાથી પાટણ, કૃણાલ એસ હઠીલાની ગોધરાથી શહેરા, હસુમતીબેન પરમારની ભુજથી સરસ્વતી, હિનાબેન વસંતભાઈ ચાંવની રાજુલાથી બગસરા, જી જે અધેરાની અંજારથી ગારિયાધાર, એચ આર હડીયાની વેરાવળથી ગાંધીનગર, માધવસિંહ પરમારની તળાજાથી ઉમરેઠ, ચેતનાબેન પરમારની ઘોઘંબાથી વડોદરા, એસ પી ડાંગરની સાવરકુંડલાથી રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી.

દિનેશભાઈ ગરચરની મોરબીથી જોડિયા, જયરામભાઈ હીરાભાઈ વાઢેરની સમીથી સાંતલપુર, નફીસાબેન રહીમભાઈ મનસુરીની લાખણીથી સિદ્ધપુર, મનીષલાલ નાનાલાલ વન્ડ્રાની કોડીનારથી વિંછીયા, રમેશભાઈ ડાભીની વડાલીથી પાલનપુર, સી એસ પાબુવંશીની ચાણસ્માથી લાખણી, અજયકુમાર જોષીની લાઠીથી શિહોર, અતુલભાઈ હરિભાઈ મકવાણાની લીલીયાથી તળાજા, જ્યોતિબેન પટેલની કામરેજથી ઉમરપાડા, હંસાબેન રામજીભાઈ પટેલની પાલનપુરથી ઉંઝા, પ્રકાશભાઈ વણકરની થરાદથી દિયોદર, કલાવતીબેન ચંદુભાઈ પટેલની વડગામથી વઘઈ, ભરતભાઈ ભેમાભાઈ ચૌધરીની કાંકરેજથી વડગામ ખાતે બદલી કરવામાં આવી હતી.

(10:05 PM IST)