તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
પોઇચા નર્મદા નદીમાં કૂદકો મારનાર પ્રભુ સાવલીયાનો ત્રીજા દિવસે ઓરી ગામથી મૃતદેહ મળી આવ્યો
કાંદરોજ અને વરખડ ગામ તરફ બે બોટ મારફતે નગરપાલિકાની ફાયર ટીમ અને પરિવારના સભ્યો દ્વારા શોધખોળ કરતા મૃતદેહ મળ્યો:રાજપીપળાના પ્રભુ સાવલિયાએ દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા નર્મદા નદીમાં કૂદકો માર્યો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પ્રભુભાઈ રામચંદ્ર સાવલિયાએ બે દિવસ પહેલા પોઇચાના શ્રી રંગ સેતુ પુલ પરથી નર્મદા નદીમાં કૂદકો મારી દેતાં પરિવારના સભ્યો ચિંતિત થયા હતા અને શોધખોળ શરૂ કર્યા બાદ આજે ત્રીજા દિવસે રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમ અને પરિવારના સભ્યો થકી બે બોટ દ્વારા શોધખોળ ચાલુ રખાઈ હતી જેમાં સાંજે ઓરી ગામના કિનારે થી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ કૂદકો મારનાર પ્રભુભાઈના પુત્ર ધીરજે રાજપીપળા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી જેમાં 5 માર્ચે બપોરે 1:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદ આજે ત્રીજા દિવસે તો મૃતદેહ આપોઆપ ગમે તે કિનારે પાણીની બહાર આવતો હોય માટે આજે ત્રીજો દિવસ હોવાથી નગરપાલિકા ટીમ અને પ્રભુભાઈના પરિવારજનો દ્વારા કાંદરોજ અને વરખડ ગામ તરફ બે બોટ મારફતે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી ત્યારે બોટમાં ફરતી ટીમ ટીમ ને નાંદોદ તાલુકાના ઓરી ગામના કિનારેથી પ્રભુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
