<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વડીયાથી કરાઠા જવાના માર્ગ ઉપર ફોર વ્હીલ ગાડીના ચાલકે એક્ટિવાને અડફટમાં લેતા ચાલકનું મોત

એક્ટિવા લાઈને જનાર મરનાર યુવાન સામાજિક મિલ્ક કાર્યકરનો દીકરો હતો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા પાસેના વડીયા ગામ થી કરાઠા જવાના માર્ગ ઉપર ફોર વ્હીલ ગાડીના ચાલકે એક્ટિવાને અડફટમાં લેતા એક્ટિવા ચાલકનું મોત થઈ હતું
   પ્રાપ્ત વિગતો અનુસાર નાનીબેન ઉર્ફે સુંદરીબેન નારયણભાઇ છગનભાઇ વસાવા, સામાજીક કાર્યકર (રહે.૩૪. રાજનગર સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળ, રાજપીપલા તથા હાલ રહે. બંગલા નં.૧૬, જ્યોતીનગર સોસાયટી. ઝાડેશ્વર રોડ તા.જી.ભરૂચ) નાઓએ આલેલી ફરિયાદ મુજબ તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ સાંજના આશરે પોણા ચારેક વાગ્યાના અરસામા વડીયા ગામે, મનમંદિર પાસે ભાર્ગવ મુકેશભાઇ માછી (રહે રાજપીપલા) નાઓએ પોતાના કબ્જાની મારૂતી કંપનીની બ્રેઝા ફોરવ્હીલ ગાડી જેનો રજી નં.GJ.22.P.3544 ની પુરઝડપે હંકારી લાવી નાનીબેન ના દિકરા રાકેશની એક્ટીવા ટુ-વ્હીલ નં.GJ.22.K.0288 ને સામેથી અકસ્માતમાં અડફેટ લઈ રોડની નીચે પાડી દઈ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી સ્થળ પરથી નાશી જઈ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે બ્રેઝા ફોરવ્હીલ ગાડી ના ચાલક ભાર્ગવ માછી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(11:58 PM IST)