<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

નર્મદામાં નલ સે જલ યોજનાનું પાણી કોણ પી ગયું?.. નલ કોણ ખાઈ ગયું : ડૉ.અશ્વિન વસાવા

સામાજિક યુવા લીડર ડૉ.અશ્વિન વસાવાએ નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સામજિક યુવા લીડર ડૉ.અશ્વિન વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં નલ સે જલ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે. અને જવાબદાર અધિકારીઓને પત્ર લખ્યો છે.
 તેમણે આક્ષેપ કર્યો છે કે "નલ સે જલ યોજના" માં ડેડીયાપાડા અને સાગબારાના ગ્રામીણ ક્ષેત્રોમાં સફળતા મળી નથી. અમુક જગ્યાએ પાઇપ લાઈનોનું કનેક્શન કર્યું છે, અમુક જગ્યાએ નળ મૂક્યા છે, અમુક જગ્યાએ ટાંકીનું બાંધકામ થયું છે. પણ એ ડુંગરાળ વિસ્તારોના ગામો છે, સપાટ જમીન પર ગામો આવેલા છે ત્યાં પણ "નલ સે જલ"માં ભારે કૌભાંડ થયું છે, એ પાણી કોણ પી ગયું?.. એ નલ કોણ ખાઈ ગયા?... એ પાઇપ લાઈનો કોણ ખાઈ ગયા??... તેવા સવાલ સાથે આક્ષેપો કર્યા છે.
વધુ માં તેમણે જણાવ્યું કે નલમાં પાણી જ નથી આવતું, પાઇપો દાટયા જ નથી, અને દાટયા છે તો તૂટી ગયા છે, શેના પુરાવા આપુ તેમ જણાવ્યું હતું. આર્ટિકલ 275/1 નું બજેટ આદિવાસીઓનું બજેટમાં નીચલા અધિકારીઓથી લઇને ઉપલા અધિકારીઓની મિલીભગતથી આ નળ ખાય ગયા છે...જલ પી ગયા છે...અને નજીક માંજ તાપી ડેમ, કડાણા ડેમ, નર્મદા ડેમ હોવા છતાં અમારા આદિવાસી વિસ્તારોમાં પાણીની સુવિધા નથી
મહત્વ નું છે કે, સામાજિક યુવા લીડરની રજૂઆતમાં કેટલું સત્ય છે તે તો નર્મદા જિલ્લા માંથી વાસ્મો યોજના માં સામે આવેલી કેટલીક હકીકતો પુરવાર કરે છે. ડેડીયાપાડા અને સાગબારાના અંતરિયાળ ગામોમાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે અને દરેક જગ્યા પર સરકાર ની " નલ સે જલ યોજના" શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે.ત્યારે આ યુવા લીડરે કરેલા આક્ષેપો બાબતે તપાસ જરૂરી છે


 

(12:03 AM IST)