<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

અમદાવાદ મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર તરીકે રેટિંગ

POSHના લીધે ૮૭% મહિલાઓ ઓફિસમાં અનુભવે છે સુરક્ષિત

નવી દિલ્‍હી તા.૮: ઇન્‍ટરનેશનલ વૂમન્‍સ ડે ૨૦૨૫ પહેલાં CNN-News૧૮ She Shakti Suraksha Survey ૨૦૨૫ (શી શક્‍તિ સુરક્ષા સર્વે ૨૦૨૫)માં ભાગ લેનારી ૮૭% મહિલાઓએ જણાવ્‍યું કે, તેમના કાર્યસ્‍થળો પર જાતીય સતામણી નિવારણ (Prevention of Sexual Harassment- POSH) માટે લેવામાં આવનારા પગલાંનો અમલ અસરકારક સાબિત થયો છે.

જોકે, ૨% મહિલાઓના મતે આ પગલાં અસરકારક સાબિત નથી થયા અને તેમાં અમુક ખામીઓ છે, જેના પર ધ્‍યાન આપવાની જરૂર છે. સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્‍યું છે કે, ૯૨% મહિલા ઉત્તરદાતાઓ તેમના કાર્યસ્‍થળ પર સલામત અનુભવે છે, જ્‍યારે ફક્‍ત ૩%  મહિલાઓ સલામતી અંગે ચિંતા વ્‍યક્‍ત કરે છે.

Pvalue દ્વારા સંચાલિત શી શક્‍તિ સુરક્ષા સર્વેક્ષણનો ઉદ્દેશ્‍ય એક વધારે સુરક્ષિત, વધારે ઇન્‍ક્‍લુઝિવ ઇન્‍ડિયાનું નિર્માણ કરવાનો છે, જ્‍યાં મહિલાઓ પોતાનું શિક્ષણ, મોબિલીટી, ઇકોનોમિક પાર્ટિસિપેશન અથવા જીવનની સંપૂર્ણ ક્‍વોલિટીને અસર કરતી સુરક્ષાની ચિંતા કર્યા વિના તેમના નાગરિકતા અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે.

આ સર્વેમાં પ્રોફેશનલ એન્‍વાયરમેન્‍ટમાં મહિલાઓની સુરક્ષા અંતે તેમની લાગણીઓનું એનાલિસિસ કરવામાં આવ્‍યું હતું. તે મહિલાઓની સુરક્ષા માટેના વ્‍યાપક ઇન્‍સ્‍ટીટયૂશનલ પ્રયાસોને પણ એક્‍સપ્‍લોર કરે છે. જાતીય સતામણી નિવારણ (POSH) પોલિસીઓનો અમલ અને અસરકારકતા પણ એક મુખ્‍ય પરીબળ છે.

આ સર્વેનો મુખ્‍ય ઉદ્દેશ પોલિસીમેકર્સ માટે એક સ્‍ટ્રેટેજીક ટૂલ બનવાનો છે અને પ્રોગ્રેસ ટ્રેક કરવા અને ટાર્ગેટેડ ઇન્‍ટર્વેન્‍શન્‍સને માર્ગદર્શન આપવા માટે વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવશે. આ સર્વે જે હાલમાં ૨૧ શહેરોને આવરી લે છે, તેને ૧૦૦ શહેરો સુધી વિસ્‍તળત કરવાનું પ્‍લાનિંગ છે. કોમ્‍પ્‍યુટર-આસિસ્‍ટેડ ટેલિફોન ઇન્‍ટરવ્‍યુ (CATI) દ્વારા શહેર દીઠ ૪૦૦ રીસ્‍પોડેન્‍ટ્‍સના રેન્‍ડમ સેમ્‍પલનો ઉપયોગ કરીને ૧૦ અલગ અલગ ભારતીય ભાષાઓના ડેટા એકત્રિત કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન છેલ્લા એક વર્ષમાં ૭% મહિલાઓએ જાહેર સ્‍થળોએ કોઈને કોઈ પ્રકારના ઉત્‍પીડનનો સામનો કરવો પડ્‍યો હોવાનું સામે આવ્‍યું હતું.

જે લોકોએ ઉત્‍પીડનનો સામનો કર્યો હતો, તેમાં વર્બલ ઇન્‍સિડેન્‍ટ્‍સ સૌથી વધુ બન્‍યા હતા, જે નોંધાયેલા કેસોના ૬૦% જેટલા હતા. ૨૫%  ઉત્તરદાતાઓ દ્વારા સાયકોલોજીકલ હેરેસમેન્‍ટનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો, જ્‍યારે ૧૭% રીસ્‍પોડેન્‍ટ્‍સ દ્વારા શારીરિક સતામણીનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. ૧૨% લોકોએ ઇકોનોમિક હેરેસમેન્‍ટનો ઉલ્લેખ કર્યો હતો અને સેસ્‍કયુઅલ હેરેસમેન્‍ટની સૌથી ઓછી ૩% ઘટનાઓ હતી. આ રીસર્ચમાં મહિલાઓની સલામતીના જટિલ સ્‍વરૂપને પણ હાઇલાઇટ કરવામાં આવતા હતા અને વિવિધ પ્રકારના હેરેસમેન્‍ટને સંબોધવા માટે મહત્‍વના ઇન્‍ટર્વેશન્‍સની આવશ્‍યકતા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર તરીકે રેટિંગ આપવામાં આવ્‍યું છે, ત્‍યારબાદ ઇન્‍દોર અને મુંબઈનો નંબર આવે છે. સુરક્ષા સંબંધિત ચિંતાઓ હોવા છતાં સર્વેમાં એ પણ જાણવા મળ્‍યું છે કે ૯૩% રીસ્‍પોડેન્‍ટ્‍સ ગત વર્ષે જાહેર સ્‍થળોએ કોઈપણ પ્રકારના હેરેસમેન્‍ટનો સામનો કર્યો નથી.(૩૮.૪)

(10:14 AM IST)