<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

પોલીસની જાગૃતિથી અમદાવાદમાં કોમી દાવાનળ પ્રગટતા અટકી ગયું

અમદાવાદની તાસીરથી સુપરિચિત પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા રમઝાન માસ સંદર્ભે સાવધાનીના સૂર છેડેલા : લાઈક મેળવવાની લહાયમાં Instragram પર વિપરીત ચિત્ર રજૂ થયાનું પીએસઆઈ અશ્વિન ગંધાનાં ધ્‍યાને આવતા જ એસીપી પ્રદીપસિંહ જાડેજાએ આખો મામલો હાથ પર લીધેલઃ પીઆઇ પી.બી. ઝાલા અને હેડકોન્‍સ્‍ટેબલ જગદીશસિંહ દ્વારા આરોપીની તાકીદે ધરપકડ કરી લીધેલ

 

રાજકોટ, તા.૮: અમદાવાદ ડીસીપી. ક્રાઇમ અને સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા સહિતની ખૂબ મહત્‍વની ફરજ અમદાવાદમાં અદા કરી હોવાના કારણે અમદાવાદ શહેરની તાસીરથી સુપરિચિત પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા તમામ અધિકારીઓને મુસ્‍લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસ દરમિયાન વિશેષ કાળજી રાખી શાંત અમદાવાદમાં કોઈ કોમો પલીતો સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી ન ફેલાવે તેવી તકેદારી રાખવા કરેલ તાકીદનું ખૂબ સારું પરિણામ આવેલ છે. અમદાવાદમાં આવું કારસ્‍તાન થાય તે પહેલાં જ સેકટર વડા જયપાલસિહ રાઠોડ, ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમ દ્વારા દાખવેલ જાગળતિથી અટકી જતાં પોલીસ તંત્ર દ્વારા નિરાંતનો શ્વાસ લેવાયો છે.

અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્‍ટેશનની હદમાં ચુનારા વાસમાં અમન સાજા, અજજુ કાણિયાને અમિત ચુનારા તથા સુનિલ ચુનારા સાથે થયેલ અંગત અદાવતમાં સામાન્‍ય મારામારીનો બનાવ બનેલ અને જે સંબંધે વટવા પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો નોંધી, આરોપીઓને પકડી પાડી તેમજ બંને પક્ષે અટકાયતી પગલાંની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી. આ બાબતે વટવા વિસ્‍તારમાં રહેતા મહેંદી હુસૈન સૈયદ દ્વારા પોતાના ઈન્‍સ્‍ટાગ્રામ આઇડી ઉપર બનાવથી વિપરીત રજૂઆત કરતું અને બે કોમ વચ્‍ચે વૈમનસ્‍ય ફેલાય એવું, લાઈક મેળવવાની લ્‍હાય માં ઇન્‍ટરવ્‍યુ અપલોડ કરી, રમઝાન માસમાં હિન્‍દુ મુસ્‍લિમ કોમ વચ્‍ચે વૈમનસ્‍ય ફેલાય શહેરની શાંતિ ડહોળાય એવા પ્રયત્‍નો કરવા બાબત તપાસ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ એ.બી.ગંધાને જાણવા મળેલ હતી.

આ બાબતે વટવા પોલીસ સ્‍ટેશનના પીઆઈ દ્વારા બનાવની વિપરીત રજૂઆત કરતું ઇન્‍ટરવ્‍યુ પોતાની જાતે બનાવી, બે કોમ વચ્‍ચે વૈમનસ્‍ય ફેલાય અને અમદાવાદ શહેરની શાંતિ ડહોળાય, એ હેતુથી મૂકનાર મહેંદી હુસૈન મહેમુદુલ સૈયદ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બની, ગુન્‍હો દાખલ કરવામાં આવતા, અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી ઙ્કદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્‍ટેશનના પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ સ્‍ટેશનના પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ અશ્વિન ગંધા તથા સ્‍ટાફના હે.કો. જગદીશસિંહ, યુવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા વટવા ખાતે ચુનારા વાસ વિસ્‍તારમાં રહેતા મહેંદી હુસૈન મહેમુદુલ સૈયદ ઉવ. ૨૧ રહે. વટવા, અમદાવાદ ની તત્‍કાલિક ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી મહેંદી હુસૈન સૈયદ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન છે અને ભૂતકાળમાં તેના પિતા દ્વારા પણ આરોપી રીલ બનાવવામાં વ્‍યસ્‍ત રહેતો હોવાની તથા કોઈ કામધંધો નહીં કરતો હોવાની રજૂઆત કરેલાનું પણ તપાસ દરમિયાન ધ્‍યાને આવેલ છે.

(2:01 PM IST)