<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

સુરતમાંથી ૬૦ લાખના હીરા સાથે ફરાર એક આરોપીને રાજકોટમાંથી રાતો રાત ઉપાડી લીધો

બન્ને આરોપીઓ મૂળ ભાવનગર પંથકના.. લાખો રૂપિયાના હીરા સાથે સગેવગે થતાં સીપી અનુપમ સિહ ગેહલોત દ્વારા તમામ નેટવર્ક એક્‍ટિવ કરેલ

 

રાજકોટના નેટ વર્ક આધારે આરોપી વિશાલને પીઆઇ બી.કે.ચોધરી ટીમ દ્વારા ઝડપી લેવાતા હીરાના વેપારીઓ દ્વારા અભિનંદન અપરંપાર

રાજકોટ તા. ૮: સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ સુરતમાં ૬૦ લાખથી વધુની રકમના હીરા બે દલાલ દ્વારા વેચવા માટે લય જવા સાથે રફુચક્કર બની ગયાની ફરિયાદ બાદ કતારગામ પોલીસ મથકના પીઆઇ બી.કે.ચોધરી દ્વાર એક શખ્‍સ રાજકોટમાં છૂપાયો હોવાની ચોક્કસ બાતમી આધારે બાપા સીતારાંમ ચોક ખાતેથી વિશાલ ધામેલિયા તથા  અને વિજય ધામેલિયાને ઝડપી લીધા છે. અકિલા સાથેની વાતચીતમાં  રાજકોટ ફરજ બજાવી ચૂકેલા પીઆઇ બી.કે. ચોધરી દ્વારા સમર્થન આપેલ છે.  

આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ત્‍વરિત કાર્યવાહી કરવા સૂચવેલ. જે અંતર્ગત તાકીદે આરોપીઓ પકડાઈ જતા હીરાના વેપારીઓમાં હર્ષની લાગણી જન્‍મી છે.

પીઆઇ બી.કે. ચોધરીએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, સુરતના કતારગામ વિસ્‍તારમાં ગોતલવાડી નીલકંઠ ટાવરમાં ઓફિસ ધરાવતા રાજેશભાઈ પાસેથી બે ભાગીદાર હીરા વેંચવા લઈ ગયા પછી ફરાર બનતા આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની સૂચના મુજબ એક આરોપી રાજકોટ હોવાની બાતમી આધારે રાજકોટનાં અમારા જૂના કોન્‍ટેક્‍ટ આધારે લોકેશન મેળવી  ટીમ દ્વારા કાર્યવાહી કરાવેલ. હાલ સુરત રહેતા બન્ને આરોપી મૂળ ભાવનગરના છે. વિશેષ તપાસ પીએસઆઈ એન.એસ . સાકરીયા દ્વારા ચલાવાઈ રહી છે.

(4:10 PM IST)