<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

આવતા અઠવાડીયે સિઝનનો પ્રથમ હિટવેવઃ અશોકભાઇ પટેલ

આકરા તાપ, ગરમી માટે તૈયાર રહેજો આજે-કાલે પારો ૩૯ થી ૪૦ વચ્‍ચે, તા.૧૦ થી ૧૨ માર્ચ ૩૯ થી ૪૨ ડીગ્રી વચ્‍ચે રહેશે, તા.૧૩, ૧૪ના ગરમીમાં આંશિક રાહત જોવા મળે, તાપમાનની રેન્‍જ ૩૭ થી ૪૦ ડીગ્રી વચ્‍ચે રહેવાની શક્‍યતાઃ સોમ, મંગળ, બુધ તાપ, ગરમીનો અહેસાસ વધુ થશે

રાજકોટઃ આકરા તાપ સાથે ગરમીમાં હાલ તો રાહત મળવાની કોઇ શકયતા નથી. આવતા સપ્તાહના શરૂઆતના દિવસોમાં જ હિટવેવનો માહોલ જોવા મળશે. તા.૧૦ થી ૧૨ માર્ચ (સોમ, મંગળ, બુધ) મહત્તમ તાપમાન ૩૯ થી ૪૨ આસપાસ રહેશે. તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગત સપ્તાહે આપેલી આગાહી મુજબ તાપમાન ૩૬ થી ૪૦ ડીગ્રી વચ્‍ચે રહેશે. જે અનુસંધાને મહત્તમ તાપમાન ભુજ ૩૯.૫ (નોર્મલ થી ૫ ડીગ્રી ઉંચુ), રાજકોટ ૩૮.૮ (નોર્મલ થી ૪ ડીગ્રી ઉંચુ), અમદાવાદ ૩૭.૬, ડીસા ૩૭.૪ (નોર્મલ થી ૩ ડીગ્રી ઉંચા), વડોદરા ૩૭ (નોર્મલ થી ૨ ડીગ્રી ઉંચુ), ઓવરઓલ મહત્તમ તાપમાન નોર્મલથી ૨  થી ૫ ડીગ્રી ઉંચુ છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૮ થી ૧૪ માર્ચ (શનિ થી શુક્ર) સુધીની આગાહી કરતા જણાવેલ કે તા.૯, ૧૩, ૧૪ માર્ચના પવન પヘમિ, ઉત્તર પヘમિમાં ફૂ઼કાશે. બાકીના દિવસોમાં પવન ઉત્તર પヘમિ, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં ફૂ઼કાશે.

ઓવરઓલ પવનની દિશા ફર્યા રાખશે. તા.૧૩, ૧૪ માર્ચના પવનની ઝડપ ૧૫ થી ૨૫ કિ.મી.ની રહેશે. બાકીના દિવસોમાં પવનની ઝડપ ૮ થી ૧૫ કી.મી.ની રહેશે. ક્‍યારેક  ઝાટકાના પવન ૨૦ કિ.મી. એ પહોંચી જશે.

આગાહી સમયમાં અમુક દિવસ છુટાછવાયા વાદળો થશે.

કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રના સિમીત વિસ્‍તારોમાં તા.૯, ૧૩, ૧૪ માર્ચના ઝાકળની શક્‍યતા છે.

ગરમીની વાત કરીએ તો હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૪ થી ૩૫ ડીગ્રી ગણાય. તા.૮, ૯ (શનિ, રવિ) મહત્તમ તાપમાનની રેન્‍જ ૩૭ થી ૪૦ વચ્‍ચે રહેશે. તા.૧૦, ૧૨ માર્ચના તાપમાનની રેન્‍જ ૩૯ થી ૪૨ ડીગ્રીની રહેશે. જે સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતના અમુક સેન્‍ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળશે. તા.૧૩, ૧૪ માર્ચના ગરમીમાં થોડી રાહત રહેશે. મહત્તમ તાપમાનની રેન્‍જ ૩૭ થી ૪૦ વચ્‍ચે રહેશે.

(3:24 PM IST)