<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

જીપીએસસીની પરીક્ષા હવે ૧૭ એપ્રિલે લેવામાં આવશેઃ મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-રની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

અમદાવાદઃ જીપીએસસી દ્વારા લેવામાં આવનારી વધુ એક પરીક્ષાની તારીખ બદલાઈ છે. હસમુખ પટેલે આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 13મી એપ્રિલની જગ્યાએ 17મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હોવાનાં કારણે આ ફેરફાર કરાયો હતો.

જીપીએસસની ચેરમેન હસમુખ પટેલે લખ્યું, 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેની લેખિત પરીક્ષા લેવામાં માગતું હોય જાહેરાત ક્રમાંક 73/2024-25, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-૨ ની તારીખ 13 એપ્રિલના રોજ રાખેલ સંબંધિત વિષયની લેખિત કસોટી તારીખ 17 એપ્રિલના રોજ રાખવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 240 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આયોગ દ્વારા વર્ગ-1 અને 2ની જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની કુલ 240 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે માટેની ઓનલાઈન અરજી તારીખ 7 માર્ચથી 23 માર્ચ સુધીમાં કરવાની રહેશે.

આયોગ દ્વારા આ જગ્યાઓ માટે ભરતીની પ્રાથમિક પરીક્ષા 20 એપ્રિલનાં રોજ લેવામાં આવશે. તેમજ તેની મુખ્ય પરીક્ષા 20, 21, 27 અને 28 સપ્ટેમ્બરનાં રોજ લેવામાં આવશે. તમામ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક છે

(3:52 PM IST)