News of Saturday, 8th March 2025
રાજયમાં ત્રણ જુદા જુદા સ્થળોએ અકસ્માતના બનાવોઃ ત્રણના મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર અકસ્માત, ધંધુકાના બાવળાના બગોદરા નળ સરોવર ચોકડી પાસે બાઇક અને ટેન્કર વચ્ચે એકસીડેન્ટ અને મહેસાણામાં કડીના ઢોરીયા બસ સ્ટેશન પાસે હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માલીયાસણ નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધું હતું. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ તપાસ શરૂ કરી હતી.
બીજા કિસ્સામાં ધંધુકાના બાવળાના બગોદરા નળ સરોવર ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બાઈક સવાર શિયાળ ગામથી બગોદરા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક પઢાર દીપનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બગોદરા નળ સરોવર ચોકડી પાસે અવારનવાર અકસ્માત થતા હોય છે. ત્યારે ગામ લોકોની બ્રિજ બનાવવા માટે અનેક રજૂઆત કર્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
મહેસાણામાં કડીના ઢોરીયા બસ સ્ટેશન પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ડમ્પરની ટક્કરે રાહદારી વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જોકે અજાણ્યા ડમ્પર ચાલકે વૃદ્ધ મહિલાને ટક્કર મારી ફરાર થયો હતો. ત્યારે ઘટનામાં મોંઘીબેન ઠાકોર નામના 72 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ કડી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
