<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

અમદાવાદના ઇસનપુરમાં એટીએમ કાર્ડની હેરફેર કરી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની ધરપકડ

અજાણ્યા વ્યક્તિએ તેમને એટીએમમાં ખરાબી હોવાનું જણાવીને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી લઇને એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું

અમદાવાદ : અમદાવાદ શહેરના ઇસનપુરમાં એક વ્યક્તિના એટીએમ કાર્ડની હેરફેર કરીને 80,000 રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

જેમાં ઘટનાની વિગત મુજબ ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા ગોવિંદવાડી ખાતે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા.ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેમને એટીએમમાં ખરાબી હોવાનું જણાવીને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી લઇને એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું.

 

જ્યારે તેની બાદ તે દિવસે અને બીજા દિવસે જુદા જુદા એટીએમ ખાતે જઈ, કુલ રૂપિયા 80,000 ઉપાડી લીધા હતા. જેની જાણ રાજેશકુમાર અંબાલાલ કાછિયાએ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેની બાદ પોલીસે અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ સીસીટીવી આધારે તથા બાતમીદાર થી મળેલ માહિતી આધારે આરોપીઓ નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ ની ધરપકડ કરી હતી

 


 

(8:21 PM IST)