News of Saturday, 8th March 2025
વડોદરાના માંજલપુરમાં એસ.ટી.બસ પર પથ્થમારો :બારીના કાચ તૂટી ગયા: ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત
બાઈક સવાર બે શખ્શો દ્ધારા એસટી બસ ડ્રાઈવરને ગાળો બોલ્યા બાદ પથ્થરોથી હુમલો કર્યો

વડોદરા શહેરના સુસેન સર્કલ પાસેથી એસટી બસ પસાર થતી હતી ત્યારે બાઈક સવાર બે શખ્શો દ્ધારા એસટી બસ ડ્રાઈવરને ગાળો બોલ્યા બાદ પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં બસની બારીના કાચ તૂટી ગયા હતા અને પથ્થર બસમાં બેઠેલા ત્રણ મુસાફરને વાગતા તેમને ઈજા પણ પહોંચી હતી. બસ ડ્રાઈવરે બાઈક સવાર બંને શખ્શો વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખેડા જિલ્લાના રતનપુર ગામે દિપક નગરમાં રહેતા સંગ્રામસિંહ ચિમનભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ GSRTC બસમાં ડ્રાઈવર છે અને તેઓ અમદાવાદ–1 ડેપોમાં નોકરી કરે છે. ગત રાત્રિના 11 વાગ્યે અમદાવાદથી રૂટીન ફરજ મુજબ GSRTCની સરકારી બસ લઈને નાસિક જવા નીકળ્યા હતા. રાતના આશરે દોઢેક વાગ્યે મકરપુરા જૂના પોલીસ સ્ટેશન ખાતેથી પસાર થતા હતા. આ સમયે સર્કલ ઉપર સુસેન તરફથી બાઈક લઈ બે શખ્શો આવતા આજુ-બાજુથી ક્રોસ થતા તેઓએ મને જણાવેલ કે, હોર્ન મારો જેથી મે તેને કહ્યું હતું કે, આટલી મોટી ગાડી દેખાતી નથી.
જેથી ઉશ્કેરાઈ ગયેલ બન્ને શખ્શો ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. મે તેમને ગાળ બોલવાની ના પાડેલ અને હું બસ લઇ ત્યાં થી નીકળી ગયો હતો ત્યારે બાઈક પર આ બે શખ્સો પાછળ આવ્યા હતા અને છુટ્ટા પથ્થરો બસ પર મારીને બસના બારીના કાચ તોડી નાખ્યા હતા. જેના પગલે બસમાં શીટ પર બેસેલ ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. પથ્થર માર્યા બાદ અજાણ્યા શખ્શો તેઓની બાઈક લઇ ત્યાથી ભાગી ગયા હતા. માંજલપુર પોલીસ દ્વારા બાઈક સવાર બંને શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
