<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

અમદાવાદમાં સરખેજ રેલવે સ્ટેશન પાસે હત્યા કરી મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકનાર બે યુવકની ધરપકડ

હત્યાના ગુનાને ટ્રેન નીચે અકસ્માતે કુચડવાથી મોત કે આપઘાતમાં ખપાવવાનું કારસ્તાન સામે આવ્યું

અમદાવાદ :સરખેજ રેલવેના ટ્રેક પરથી મળી આવેલા મૃતદેહના હત્યારાને રેલવે પોલીસે પકડી પાડ્યા છે. રેલવે પોલીસે મૃતકની પત્ની વર્ષા પરમારે પતિ દિનેશની હત્યા બદલ અમિત પ્રતાપભાઈ ઠાકોર અને અર્જુન મુન્નાભાઈ કોળી પટેલને શકમંદ દર્શાવી ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી અમિત ઠાકોર સાથે મરણજનારની પત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે હત્યા કરી હોવાની કબુલાત કરી છે. જેમાં આરોપીએ કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની હત્યામાં મદદ લીધી હતી. 

 

આરોપીએ હત્યા કરીને મરણજનાર સરખેજ ખાતે લઈ જઈ રેલવે ટ્રેક ઉપર આવતી ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો. જેથી તેણે રવિવારે રાત્રે દિનેશભાઈને તેના મિત્ર અમિત અને અર્જુનને મળવા આવ્યાં હતાં અને ત્રણેય સાથે ગયા હતા. એવામાં સવારે નવ વાગ્યે વર્ષાને જાણ થઈ હતી કે, પતિ દિનેશભાઈનો મૃતદેહ સરેખેજ રેલવે લાઈન પાસેથી મળ્યો હતો.

મૃતક દિનેશને પેટ અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હતી. બન્ને મિત્રો અર્જુન અને અમિતે દિનેશની પત્ની સાથે આડા સંબંધો કારણે દિનેશની હત્યા નિપજાવી બનાવને અકસ્માત કે આપઘાતમાં ખપાવવા રેલવે ટ્રેક ઉપર ફેકી દીધો હતો. રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર પણ શામિલ હતો. આ મામલે રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:59 PM IST)